Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM નર્મદા વધાવે છે, ત્યારે અધિકારીઓ પાણીની અછત દર્શાવે છે:દુધઈ સબ બ્રાન્ચ કેનાલ મુદ્દે નર્મદા નિગમના અધિકારી અને ખેડૂત વચ્ચેનો ઓડિયો વાયરલ

    19 hours ago

    નર્મદા નદીના પાણી સરદાર સરોવર ડેમમાં 139 મીટર ની મહત્તમ ઊંચાઈએ પહોંચતા એક દિવસ અગાઉ જ ગુજરાતના મુખ્યમંત્રીએ નર્મદાના નીરને વધાવ્યા હતા, તો બીજી તરફ કચ્છ બ્રાન્ચ કેનાલમાં 1200 ક્યુસેક પાણીની માગ સામે માત્ર 1000 ક્યુસેક જ મળતું હોવાનો અધિકારીનો સ્વીકાર કરી અને ઓછું પાણી વિતરણ થતી હોવાની અધિકારીએ ખેડૂતને કરેલી સ્પષ્ટતાને કારણે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. દુધઈ સબ બ્રાન્ચ કેનાલના છેવાડાના ગામોમાં નર્મદાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો નારાજ થયા છે. તાજેતરમાં નર્મદા નિગમના નાયબ ઇજનેર નિસર્ગ ચૌધરી ચૌધરી અને આમરડી ગામના ખેડૂત કિશોરભાઈ પટેલ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં ખેડૂતે પાણી ન આવવા અંગે રજૂઆત કરતા અધિકારીએ પમ્પ બંધ હોવાનું અને પાણીની તંગી હોવાનું બહાનું રજૂ કર્યું હતું. આ વાતચીત બહાર આવ્યા બાદ આગેવાન છગનભાઈ પરડવાએ આકરા પ્રહારો કરતા અધિકારીઓના જવાબને બિનપાયાદાર ગણાવ્યો છે. નર્મદા કેનાલ નેટવર્કમાં યોગ્ય સંકલન અને મેનેજમેન્ટના અભાવે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. નિગમના ડાયરેક્ટર કક્ષાએથી કચ્છ માટે ખરીફ સીઝનનું પૂરતું પાણી આપવાની તૈયારી હોવા છતાં, સ્થાનિક અધિકારીઓની બેદરકારીને કારણે તૈયાર પાક સુકાઈ રહ્યો છે. વાયરલ વાતચીતના અંશ કેનાલ મેનેજમેન્ટ અને પમ્પિંગ સિસ્ટમ નર્મદાની મુખ્ય અને સબ બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેના ત્રણ પમ્પમાંથી એકાદ પમ્પ ટેકનિકલ ખામીના કારણે બંધ થાય છે, ત્યારે કેનાલનું વોટર લેવલ ઘટવા લાગે છે. ટેલ-એન્ડ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે કેનાલમાં ચોક્કસ હાઇડ્રોલિક હેડ અને પ્રેશર જાળવવું જરૂરી હોય છે. જો 200 થી 300 ક્યુસેક પાણી ઓછું મળે તો પણ સૌથી વધુ અસર છેવાડાના વિસ્તારોને જ થાય છે.
    Click here to Read More
    Previous Article
    નારણસરીમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પકડાયું:ખેતીની જમીનમાં NA મંજૂરી વિના ધમધમતા પ્લાન્ટ પર પ્રાંત અધિકારી અને ખનીજ વિભાગનો સંયુક્ત દરોડો
    Next Article
    જાગૃત નાગરિકોએ પોલીસ, પાલિકાને લેખીતમાં પગલા ભરવા કહ્યું:હવે મંગલમ ચાર રસ્તાના ગાર્ડનમાં ધ્વનિ પ્રદૂષણથી ત્રસ્ત નાગરિકો મેદાને

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment