Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વી.એસ. શાહ શાળામાં ગાંધી જયંતી ઉજવાઈ:ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ, સિનિયર સિટીઝન યોગ ગ્રુપ અને બી.એડ. તાલીમાર્થીઓ હાજર રહ્યા

    17 hours ago

    મોડાસાની શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ સંચાલિત વી.એસ. શાહ પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ, સિનિયર સિટીઝન યોગ ગ્રુપ અને બી.એડ. તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. ધોરણ-1નો વિદ્યાર્થી જયમીન ગાંધીજીનો વેશ ધારણ કરી કાર્યક્રમનું ખાસ આકર્ષણ બન્યો હતો. મહંત બાલકદાસજી ડુંગરવાડા, સદભાવના ફોરમના ચંદ્રકાંતભાઈ પટેલ અને શાળા પરિવારના નિલેશ જોશીની હાજરીમાં ગાંધીજીને સુતરની આંટી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તાલીમાર્થી બહેનોએ ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ભજન રજૂ કર્યું હતું. શાળાના બાળકોએ ગાંધીજીના સત્ય અને અહિંસાના સંદેશને પોરબંદરથી દક્ષિણ આફ્રિકા અને ભારતના સ્વાતંત્ર્ય આંદોલન સુધી રજૂ કર્યો. તૃપ્તિબેન જોશી અને સ્ટાફે કાર્યક્રમનું સંચાલન કર્યું. ‘મહાત્મા ગાંધી અમર રહો’ના નારા સાથે કાર્યક્રમ પૂરો થયો.
    Click here to Read More
    Previous Article
    ભારતની પહેલી AI સેટેલાઈટ લોન્ચ:અવકાશમાં જ તસવીરોનું વિશ્લેષણ કરશે; ડેટા મોકલવાનો સમય અને ખર્ચ બચશે, આવી ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ
    Next Article
    સ્વ. બી. એચ. પટેલની યાદમાં બીલીમોરા ગ્રુપોએ સેવા યજ્ઞ કર્યો:કપરાડાના ઓઝરડા ગામે 230 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને બ્લેન્કેટ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment