Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મિલકત વેરો ભરવામાં ડાંડાઇ ભારે પડશે:મિલકત જ સીલ થઇ જશે

    21 hours ago

    મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના નાણાકીય વર્ષનો મિલકતવેરો વસૂલવા માટે બાકીદારો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલ હાઉસ ટેક્સ શાખા દ્વારા જે મિલકતધારકોનો વેરો બાકી છે તેમને માંગણા નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ નોટિસ બાદ પણ બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરવામાં આવે તો સંબંધિત મિલકતધારક સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાની કાર્યવાહી મુજબ માંગણા નોટિસ આપ્યા બાદ પણ વેરો ભરપાઈ નહીં કરનાર મિલકતધારકોને વોરંટ નોટિસ આપવામાં આવશે. વોરંટ નોટિસની કાર્યવાહી બાદ પણ બાકી રકમ ભરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા સંબંધિત મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આમ, બાકી મિલકતવેરાની વસૂલાત માટે હવે નોટિસથી આગળ વધીને મિલકત સીલ કરવા સુધીની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારમાં મોટી સંખ્યામાં મિલકતોનો વેરો ભરવાનો બાકી હોવાના પગલે ટેક્સ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિલકતધારકો સમયસર વેરાની ભરપાઈ કરે તે માટે મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજનાનો લાભ લેવાની પણ જાણ કરવામાં આવી છે. હાલમાં માંગણા નોટિસો આપવાની કામગીરી શરૂ થતાં આગામી તબક્કામાં વોરંટ નોટિસ અને ત્યારબાદ મિલકત સીલ કરવાની કાર્યવાહી થઈ શકે છે. જેથી જે મિલકતધારકોનો વેરો ભરવાનો બાકી છે તેઓ સમયસર વેરો ભરપાઈ કરે નહીં તો મિલકત સીલ થવાની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં આદર્શ સ્કૂલ ખાતે સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ:એક્સ આર્મી મેન વિજયભાઈ સાગઠીયા અને તેમની ટીમનું સન્માન કરાયું
    Next Article
    યુપીના 14 શહેરોમાં પૂર, મંદિરો-શાળાઓમાં ભરાયું પાણી:બિહારમાં પૂરથી 2 લાખની વસ્તી પ્રભાવિત, હિમાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment