Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:પ્રજાના પૈસે મનપા સોશિયલ મીડિયામાં પ્રચાર કરશે, ટેન્ડરની મંજુરી

    19 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકાએ પોતાના વિવિધ કામો અને સરકારી કાર્યક્રમોની વાહવાહ સોશિયલ મીડિયા પર ફેલાવવા માટે ઈ-ટેન્ડર બહાર પાડવાની મંજૂરી આપી દીધી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ પર ગ્લોસી રીલ્સ, રંગબેરંગી પોસ્ટરો અને વિડિયોગ્રાફી કરાવવા માટે ખાનગી એજન્સીઓને નિમંત્રિત કરવામાં આવી રહી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું પ્રજાના કરવેરાના નાણાંનો ઉપયોગ ગ્રાઉન્ડ લેવલના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવા માટે થવો જોઈએ. શહેરના બિસ્માર રસ્તાઓ, પાણીની અછત કે સફાઈની વ્યવસ્થા જેવા મૂળભૂત પ્રશ્નોથી ગ્રાઉન્ડ લેવલ પર જૂનાગઢની જનતા પરેશાન છે, ત્યારે મનપા સોશિયલ મીડિયા પર ઓલ ઈઝ વેલ બતાવવાની ઉતાવળમાં દેખાય છે. શરત મૂકી , વિડીયો અને ફોટા એચડી હોવા જોઈએ ! સોશિયલ મીડિયા પર ફેન્સી રીલ્સ અને હાઈ-રિઝોલ્યુશન ફોટા મૂકવા તેવો ઉલ્લેખ ટેન્ડરમાં કરાયો છે. પ્રજાને એચડી વિડિયો નહીં, પણ એચડી જેવી સાફ-સુથરી પ્રાથમિક સુવિધાઓ જોઈએ છે. હાલ જૂનાગઢ શહેરમાં જે રસ્તાની હાલત ખરાબ છે તે દિવાળી પહેલા કામ પૂર્ણ કરી સારી થાય એવી પ્રજાની માંગ ઉઠવા પામી છે. એટલે તંત્ર ફોટા કરવા કામમાં વધુ ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. ભાજપનું આઈટી સેલ નબળુ પડ્યુ એટલે ખાનગી કંપનીને કામ જો મનપા પોતાના જ સત્તાવાર કર્મચારીઓ કે આઈ.ટી. સેલ દ્વારા આ સામાન્ય કામગીરી ન કરાવી શકતી હોય અને તેના માટે પણ ખાનગી એજન્સીઓને મોટા કોન્ટ્રાક્ટ સોંપવા પડતા હોય, તો વહીવટી કાર્યક્ષમતા સામે મોટા સવાલો ઊભા થાય છે.
    Click here to Read More
    Previous Article
    હીવટદારે મૌખિક સુચના આપી દીધી:અંબાજી મંદિર પરિસર-હેલિપેડની 11 દુકાનો 20 દિ'માં હટાવવા અલ્ટીમેટમ
    Next Article
    જૂનાગઢ શિક્ષણ વિભાગની પહેલ:બાળકોમાં દરરોજ 5 ટકા ખાંડનો ઉપયોગ કરવાની બદલે 15 ટકા પહોંચી જતા ટાઇપ-2 ડાયાબિટીસના કેસોની સંખ્યામાં ઉછાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment