Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હીવટદારે મૌખિક સુચના આપી દીધી:અંબાજી મંદિર પરિસર-હેલિપેડની 11 દુકાનો 20 દિ'માં હટાવવા અલ્ટીમેટમ

    19 hours ago

    જૂનાગઢ અંબાજી મંદિર પરિસરની આસપાસ 40 વર્ષોથી ગેરકાયદેસર 11 જેટલી દુકાનો ખડકીને વેપાર થઇ રહ્યો છે. મંદિર હસ્તકની જગ્યામાં દબાણ થયુ છે. અગાઉ મંદિરના મહંત તનસુખગીરી બાપુનુ નિધન થયા બાદ જ્યારે મંદિરનો કબ્જો વહીવટદાર પાસે આવ્યો હતો ત્યારે તેમણે પહેલા જ દિવસે આ દુકાનો ખાલી કરવા માટેની સુચના આપી હતી. આ સુચનાનો અમલ ન થતા અત્યારના વહીવટદારે નવરાત્રિના 10 દિવસ પહેલા આ તમામ દુકાનો હટાવવા માટે 20 દિવસનુ છેલ્લુ અલ્ટીમેટમ આપ્યુ છે. આ ગેરકાયદેસર દુકાનો હટાવવા વેપારીઓને મૌખિક સુચનાઓ આપી હતી પરંતુ આ સુચનાનુ પાલન ન કરીને વેપાર શરૂ રાખ્યો હતો. મંદિર પરિસર તો ઠીક હેલીપેડ વિસ્તારમાં પણ અનેક દુકાનો ખડકી દેવામાં આવી છે. અંબાજી મંદિરનો જે નકશો છે તેમા જે સ્થળોએ હાલ દુકાન છે તે સમગ્ર જગ્યા મંદિર હસ્તક હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ પણ છે છતા કબ્જો કરવામાં આવ્યો હતો. જેને લઇને વહીવટદાર તરીકે મામલતદાર આક્રમક બન્યા છે. મામલતદારે અંબાજી મંદિર પર સ્થળ તપાસ કરીને 11 જેટલી ગેરકાયદેસર દુકાનો છે તેને રૂબરૂ ઓફીસે બોલાવીને આગામી 20 દિવસમાં દુકાનો ખાલી કરી દેવાની મૌખિક સુચનાઓ આપી છે. જો સમયગાળામાં ખાલી નહીં કરે તો આગળની કાર્યવાહી થશે એવુ જણાવ્યુ છે. નકશાના આધારે કાર્યવાહી થશે અંબાજી મંદિર પરિસર અને હેલીપેડ વિસ્તારમાં જે બિનકાયદેસર દુકાનો છે તેને 20 દિવસમાં ખાલી કરી દેવાની સુચના આપી છે. મંદિરના નકશાના આધારે કાર્યવાહી થશે. સુચનાનુ પાલન નહીં કરે તો પગલા લેવાશે. > અશ્વિન બારૈયા, વહીવટદાર, અંબાજી મંદિર નવરાત્રિને લઈ રંગરોગાન થશે‎ આગામી તારીખ 11 ઓક્ટોબરથી માતાજીના નવલા નોરતા શરૂ થવાના છે. જેને લઇને વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વત પરના અંબાજી મંદિર પર વિવિધ કાર્યક્રમનુ યોજાનાર છે. જેને લઇને એસડીએમ, મામલતદાર સહિતની ટીમ દ્વારા બુધવારે અંબાજી મંદિર પર જઇને આયોજન માટે તૈયારી શરૂ કરી છે. જેમાં વિસાવદરના એસડીએમ ચિરાગ હિરવાણીયાએ જણાવ્યુ કે, બુધવારે અંબાજી મંદિર તેમજ પરિસર વિસ્તારમાં સફાઇ હાથ ધરવામાં આવી છે. નવરાત્રિને લઇને મંદિર પરિસરમાં રંગરોગાન પણ કરવામાં આવશે. ઉપરાંત નવરાત્રિને લઇને નવચંડી યજ્ઞ સહિતના વિવિધ કાર્યક્રમ પણ અહીં યોજાશે. આસોના નોરતાને લઇને આ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અંબાજી મંદિરે ભાવિકો આવશે જેને લઇને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી છે. નકશામાં દબાણ થયાનો સ્પષ્ટ ઉલ્લેખ અંબાજી મંદિરનો જે નકશો વહીવટી તંત્ર પાસે છે તેમાં મંદિરની જગ્યા પર પેશકદમી હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. મંદિરના નકશા મુજબ જ જે-તે સમયે એસડીએમ દ્વારા દુકાનો ખાલી કરવાની મૌખિક સુચના આપી હતી અને હવે મામલતદાર દ્વારા તેનો કડક અમલવારી માટે 20 દિવસનો સમય આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જી.જી.માં ABHA ID દ્વારા સરળ‎રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા ઉપલબ્ધ‎:QR સ્કેન કરી ઘરે બેઠા ટોકન જનરેટ કરી 60 મિનિટમાં ટોકન નંબર મેળવી શકશે
    Next Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:પ્રજાના પૈસે મનપા સોશિયલ મીડિયામાં પ્રચાર કરશે, ટેન્ડરની મંજુરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment