Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જી.જી.માં ABHA ID દ્વારા સરળ‎રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા ઉપલબ્ધ‎:QR સ્કેન કરી ઘરે બેઠા ટોકન જનરેટ કરી 60 મિનિટમાં ટોકન નંબર મેળવી શકશે

    19 hours ago

    જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓએ કેસ પપેર કઢાવતી વખતે સરળતાથી ABHA ID દ્વારા દર્દીનું રજીસ્ટ્રેશન થઈ શકે તે માટે દર્દીઓ સાથે ABHA અથવા તે ન હોય તો આધાર કાર્ડ / એકટીવ મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તે રાખવું. આ માટે હોસ્પિટલ દ્વારા 3 પ્રકારની વ્યવસ્થા કરેલ છે. જી.જી. હોસ્પિટલની દરેક કેસ બારી પર QR કોડ રાખવામાં આવેલ છે. જે દર્દીઓ પાસે પોતાનો ABHA નંબર આગાઉથી રજિસ્ટર કરાવેલ હશે તેઓએ કેસ બારી પાસે રાખવામાં આવેલ QR કોડ સ્કેન કરી ABHA એપ્લીકેશન પરથી દર્દી કે દર્દીના સગા જાતે જ કરી શકશે. જેથી દર્દીઓને લાંબી કતારમાં રાહ જોવાને બદલે ABHA એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરી પોતાનો કેસ પેપરની પ્રિન્ટ ટોકન નંબર બતાવી કેસ બારીએથી મેળવી શકાશે. ABHA એપ્લીકેશન પર રજીસ્ટ્રેશનની સુવિધા માટે દર્દીઓ કે દર્દીઓના સગાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર તમામ કેસ બારી પર સહાયક સ્ટાફની નિમણુંક પણ કરવામાં આવેલ છે. જે માટે દર્દીઓ કે દર્દીના સગા દ્વારા પ્રથમ વખત રજીસ્ટ્રેશન વખતે માત્ર આધાર કાર્ડ, એકટીવ મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તેની જરૂર પડે છે. સહાયક સ્ટાફ આપના આધાર નંબર / ABHA નંબર પરથી ટોકન જનરેટ કરી આપશે. ABHA નંબર પરથી જનરેટ થયેલ ટોકન નંબર કેસ બારી પર આપવાનો રહેશે. ત્યારબાદ સ્ટાફ દ્વારા કેસ પપેર કાઢી આપવામાં આવશે. QR કોડ સ્કેન કરી દર્દી ઘરે બેઠા ટોકન જનરેટ કરી 60 મિનીટ સુધીમાં ટોકન નંબર બતાવી હોસ્પિટલના ABHA કેસ બારી પરથી કેસ પપેરની પ્રિન્ટ કઢાવી શકશે. તેઓએ કેસ બારી પર કતારમાં રાહ જોવી પડશે નહિ.
    Click here to Read More
    Previous Article
    જામનગર:ઓખા–ગોરિંજા સેક્શનમાં ડ્રેનેજ માર્ગનું કામ પૂર્ણ, ટ્રેન વ્યવહાર વધુ સુરક્ષિત બનશે
    Next Article
    હીવટદારે મૌખિક સુચના આપી દીધી:અંબાજી મંદિર પરિસર-હેલિપેડની 11 દુકાનો 20 દિ'માં હટાવવા અલ્ટીમેટમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment