Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખીજડા મંદિર નજીક મકાનની છત ધરાશાયી, ત્રણનો બચાવ:વૃદ્વ દંપતિ-મહિલાને સ્થાનિક લોકોએ સલામત બહાર કાઢયા‎

    18 hours ago

    જામનગરના ખીજડા મંદિર વિસ્તારમાં ગુરૂવારે સાંજે એક જર્જરીત જુનવાણી મકાનની છત અચાનક ધરાશાયી થતા ભારે દોડધામ મચી જવા પામી હતી.જેમાં વૃદ્વ દંપતિ અને એક મહિલા સહિત ત્રણ લોકો અંદર ફસાયા હતા. જોકે, સ્થાનિક લોકોએ ત્રણેયને હેમખેમ બહાર કાઢયા હતા.જેમાં મહિલા સહિતનાને સામાન્ય ઇજા થયાનુ સામે આવ્યુ છે.આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ક્ષણિક અફડા તફડી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. સુમાહિતાગર સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ શહેરના મધ્યમાં ખીજડા મંદિર નજીક ભાનુશાળી વાડ વિસ્તારમાં ગુરૂવારે સાંજે પાંચ્ વાગ્યાના સુમારે એક જુનવાણી મકાનની પીઢીયા પાપડીવાળી છત અચાનક તુટી પડી હતી. જે વેળાએ બે માળના જુનવાણી મકાનમાં ભાડુઆત કનૈયાલાલ ગોવિંદજી ખલજાની(ઉ.વ. 65), ઇલાબેન કનૈયાલાલ ખલજાણી (ઉ.વ. 60) ઉપરાંત અફસાનાબેન મકસુદભાઇ દરજાના(ઉ.વ. 30) નામના મહિલા સહિત ત્રણ લોકો અંદર ફસાયા હોવાની ફાયર બ્રિગેડને જાણ કરાતા તુરંત જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. જોકે,આ પુર્વે જ સ્થાનિક લોકોએ વૃદ્વ દંપતિ ઉપરાંત મહિલા સહિત ત્રણેયને અંદરથી સલામત રીતે બહાર કાઢયા હતા.જેમાં મહિલા સહિતના સામાન્ય ઇજાઓ પહોચ્યાનુ સામે આવ્યુ હતુ. જેના પગલે સ્થળ પર પહોચેલી 108ની ટીમે ઇજાગ્રસ્ત મહિલા સહિતનાને જરૂરી સારવાર આપી હતી.બનાવના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. શેટ્ટી સહિતની ઘરવખરી નીચે ખાબકી... જુનવાણી મકાનની છતનો અમુક હિસ્સો સંભવત વચ્ચેના પીઢીયા પાપડી તુટી ધરાશાયી થવાથી લાકડાની સેટ્ટી સહિત અમુક ઘરવખરી પણ નીચે ખાબકી હોવાનુ સામે આવ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    કાલાવડમાં રૂા.1.41 કરોડ વ્યાજ વસૂલીને કરોડોની જમીન પચાવી:રાજકોટની વ્યાજખોર ટોળકીનો આતંક, બન્ને ખેડુતોએ માત્ર 33 લાખ વ્યાજે લીધા‎
    Next Article
    જામનગર:ઓખા–ગોરિંજા સેક્શનમાં ડ્રેનેજ માર્ગનું કામ પૂર્ણ, ટ્રેન વ્યવહાર વધુ સુરક્ષિત બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment