Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલાવડમાં રૂા.1.41 કરોડ વ્યાજ વસૂલીને કરોડોની જમીન પચાવી:રાજકોટની વ્યાજખોર ટોળકીનો આતંક, બન્ને ખેડુતોએ માત્ર 33 લાખ વ્યાજે લીધા‎

    18 hours ago

    જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં નાણાં ધીરધારના ગેરકાયદેસર ધંધા અને ગરીબ તથા મજબૂર ખેડૂતોની કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી ખેતીની 29 વિઘા જમીન હડપ કરી લેવાના બે અલગ-અલગ બનાવો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. રાજકોટની વ્યાજખોર ટોળકી જરૂરિયાતવાળા બે ખેડૂતોને વ્યાજે કુલ રૂ. 33 લાખ આપી, સુરક્ષાના બહાને તેઓની કિંમતી જમીન પોતાના કે પોતાના સાગરીતોના નામે કરાવી લીધી હતી. ત્યારબાદ ખેડૂતો પાસેથી વ્યાજ અને મૂળ રકમ પેટે કુલ રૂ. 1,41,87,200ની અતિ મોટી રકમ વસૂલ કરી લીધી હોવા છતાં, દસ્તાવેજ રદ કરવાના બદલે વધુ રૂપિયા પડાવવા માટે કાવતરું રચી જાનથી મારી નાખવાની અને લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદો કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી. કાલાવડના હરીપર (ખંઢેરા) ગામના જમનભાઈ વસોયા (ઉ.વ.66) નામના ખેડુતને નાણાની જરૂર પડતાં રાજકોટના અલ્પેશ ગોવિંદભાઈ દોંગાનો સંપર્ક કર્યો હતો. અલ્પેશ દોંગાએ માસિક 2.75% વ્યાજે રૂ. 13 લાખ આપવાનું નક્કી કરી, જમનભાઈની 6 એકર ખેતીની જમીન સાગરીતો ધર્મેન્દ્રભાઈ ઠેસીયા અને નાગજીભાઈ નસીતના નામે વેચાણ દસ્તાવેજ કરાવી લીધી હતી. ખેડૂતે વ્યાજના રૂ. 3.87 લાખ અને મૂળ રકમ રૂ. 13 લાખ મળી કુલ રૂ. 16.87 લાખ ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓએ જમીન ખાલી કરાવવા અને લેન્ડ ગ્રેબિંગની ધાકધમકીઓ આપી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે નિકાવા ગામના પરેશભાઈ સોજીત્રાએ અલ્પેશ દોંગા તેમજ અક્ષિત અકબરી, આકાશ ડાંગર, વાઘુ વિરા ડાંગર, રણજીત કાનભાઈ જળુ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ રૂ. 20 લાખની લોન આપી માસિક 2.5% લેખે ઊંચું વ્યાજ વસૂલવાની શરતે પરેશભાઈની 14 વીઘા જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. વ્યાજ પેટે રૂ. 50 હજાર અને જમીન પરત આપવાના નામે અલગ-અલગ રીતે રૂ. 1.25 કરોડથી પણ વધુની વિશાળ રકમ પડાવી લીધા બાદ પણ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. રાજકોટમાં પણ આરોપી અલ્પેશ દોંગા સામે 3થી વધુ ફરિયાદ... કાલાવડમાં નોંધાયેલા બે ગુનામાં અલ્પેશ દોંગા મુખ્ય આરોપી છે, જ્યારે આરોપી સામે ગત મહિનાઓમાં પણ રાજકોટમાં જુદી જુદી 3 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ સુત્રોમાંથી સામે આવી રહ્યું છે. હાલ અલ્પેશ દોંગાએ જમીન લે-વેંચના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું પણ સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ડ્રાઈવ:ગુનાખોરી અટકાવવા પોલીસની કોમ્બનિંગ નાઈટ, ટ્રાફિક નિયમ ભંગ, વાહનો ડિટેઈન
    Next Article
    ખીજડા મંદિર નજીક મકાનની છત ધરાશાયી, ત્રણનો બચાવ:વૃદ્વ દંપતિ-મહિલાને સ્થાનિક લોકોએ સલામત બહાર કાઢયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment