Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડ્રાઈવ:ગુનાખોરી અટકાવવા પોલીસની કોમ્બનિંગ નાઈટ, ટ્રાફિક નિયમ ભંગ, વાહનો ડિટેઈન

    17 hours ago

    જામનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રહે તથા ગુનાખોરી પર લગામ કસી શકાય તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી બુધવારે મોડી સાંજે ખાસ કોમ્બનિંગ નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની આ અચાનક કાર્યવાહીથી કાયદાનો ભંગ કરનારા અને રોમિયોગીરી કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ ડ્રાઇવ દરમિયાન જિલ્લાના પ્રવેશદ્વાર સમાન મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરાયું હતું. પોલીસે દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી, ઘાંચીની ખડકી, ખોજા નાકા, પવનચક્કી અને એસ.ટી. રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ વેળાએ નંબર પ્લેટ વગરના વાહનો, કાચ પર કાળી ફિલ્મો લગાડેલી કાર, ફેન્સી નંબર પ્લેટ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ તેમજ કાર કે બાઇકમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા તત્વો સામે આકરા પગલાં લેવાયા હતા. ચેકિંગ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો અને 08થી વધુ બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત, જાહેર રસ્તાઓ કે દુકાનો બહાર વાહનો પાર્ક કરીને મેળાવડો જમાવી બેસતા લોકો સામે પણ કાર્યવાહી કરાતા અમુક તત્વો પોલીસને જોઈને ભાગ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝનના પીઆઇ વી.એમ. ડોડીયા, દિલગીરી પ્લોટ ચોકીના પીએસઆઇ વી.આર. જોરીયા, પીએસઆઇ ડી.જી. રામાનુજ અને સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમંત્રી, નિકોલના ધારાસભ્યની હાજરીમાં વિવિધ યોજનાઓનો સ્થળ પર જ લાભ:કુંકાવાવ-વડિયામાં સેવાસેતુ થકી નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ મળ્યો
    Next Article
    કાલાવડમાં રૂા.1.41 કરોડ વ્યાજ વસૂલીને કરોડોની જમીન પચાવી:રાજકોટની વ્યાજખોર ટોળકીનો આતંક, બન્ને ખેડુતોએ માત્ર 33 લાખ વ્યાજે લીધા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment