Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વસ્તી ગણતરીના બીજા તબક્કા માટે અધિકારીઓને તાલીમ અપાઈ:લુણાવાડામાં નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મામલતદાર સહિતના અધિકારીઓને માર્ગદર્શન અપાયું

    6 hours ago

    મહીસાગર જિલ્લામાં આગામી વસ્તી ગણતરીના બીજા તબક્કાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે લુણાવાડા સેવા સદન ખાતે અધિકારીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ તાલીમ વર્ગમાં મામલતદાર, ચીફ ઓફિસર, નાયબ મામલતદાર અને ટેકનિકલ આસિસ્ટન્ટ જેવા અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ વસ્તી ગણતરીનું કામ સરળ, પારદર્શક અને સચોટ રીતે પૂરું કરવાનો છે. તેમાં બ્લોકની રચના, સબ-બ્લોકની વ્યવસ્થા અને સુપરવાઈઝર તેમજ ગણતરીદારોને બ્લોકની ફાળવણી જેવી ટેકનિકલ અને વહીવટી માહિતી આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ જણાવ્યું કે, પહેલા તબક્કાના અનુભવોને ધ્યાનમાં રાખીને બીજા તબક્કાનું કામ વધુ વ્યવસ્થિત અને સમયસર પૂરું કરવું પડશે. તેમણે બધા અધિકારીઓને સાથે મળીને કામ કરવા અને સાચી માહિતી એકઠી કરવા પર ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં શહીદ પરિવારો અને વીર જવાનોનું સન્માન કરાયું:કલેક્ટર કચેરી ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
    Next Article
    રાણપુર CHCમાં મા અમૃતમ યોજનામાં ગેરરીતિનો આરોપ:તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ તપાસ માંગી, ઈન્ચાર્જ અધિક્ષકે આરોપો નકાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment