Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાવડા CHCમાં સુવિધાઓનો અભાવ:ભીમ આર્મી અને ભીમ સેનાના આગેવાનોએ સ્થળ તપાસ કરી દર્દીઓની વ્યથા જાણી

    2 days ago

    કચ્છના ખાવડા ખાતેના સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) માં આરોગ્ય સુવિધાઓના અભાવ અંગે સ્થાનિકોની ફરિયાદોને પગલે ભીમ આર્મી અને આંતરરાષ્ટ્રીય ભીમ સેનાએ આજે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રની કામગીરી અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે ગંભીર પ્રશ્નો સામે આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. ભીમ આર્મીના કાર્યકર્તાઓ જત ઇકબાલભાઈ અને અનીષભાઈ તેમજ આંતરરાષ્ટ્રીય ભીમ સેનાના અધ્યક્ષ મયુરભાઈ, ભીલાલભાઈ સમા અને મામદભાઈ સમા સહિતના આગેવાનોએ CHCની મુલાકાત લીધી હતી. તેમણે દર્દીઓ, સ્થાનિકો અને હોસ્પિટલની વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી. આગેવાનોના જણાવ્યા મુજબ, આરોગ્ય કેન્દ્રમાં પૂરતો તબીબી અને નર્સિંગ સ્ટાફ ઉપલબ્ધ નથી. જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ખાવડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ માટે આ સ્થિતિ ચિંતાજનક છે. મુલાકાત દરમિયાન હોસ્પિટલની કેટલીક મૂળભૂત સુવિધાઓ પણ કથળેલી હાલતમાં હોવાનો દાવો કરાયો હતો. ખાસ કરીને શૌચાલય અને બાથરૂમની સ્થિતિ બિસ્માર હોવાનું જણાવાયું હતું. દર્દીઓ તથા તેમના પરિવારજનો માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સૌથી ગંભીર બાબત એ છે કે હોસ્પિટલમાં ઉપલબ્ધ એક્સ-રે મશીન લાંબા સમયથી કાર્યરત નથી. અકસ્માત કે અન્ય તાત્કાલિક તબીબી પરિસ્થિતિમાં દર્દીઓને જરૂરી તપાસ માટે ભુજ સુધી જવું પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વધારાનો બોજ પડે છે. આ ઉપરાંત, CHCમાં સફાઈ કામગીરી સાથે સંકળાયેલી મહિલા કર્મચારીઓને કનડગત કરવામાં આવતી હોવાની ફરિયાદો પણ મુલાકાત દરમિયાન સામે આવી હતી. આ મુદ્દાને ગંભીરતાથી લઈને ભીમ આર્મી અને આંતરરાષ્ટ્રીય ભીમ સેનાએ તંત્ર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. આગેવાનોએ ખાવડા CHCમાં તાત્કાલિક જરૂરી તબીબી સ્ટાફની નિમણૂક કરવા, બંધ પડેલું એક્સ-રે મશીન કાર્યરત કરવા અને હોસ્પિટલની સ્વચ્છતા સહિતની મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરવાની માંગ કરી છે. સફાઈ કર્મચારીઓ સાથે કનડગત અંગે પણ તપાસ અને કાર્યવાહીની માંગ કરાઈ છે. સમસ્યાઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના રણમાં 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યા:સંશોધકોએ પ્રાચીન વસાહત શોધી, 1 હજાર વર્ષથી વધુ પ્રાચીન માટીના વાસણો, તાંબાના સિક્કા શોધ્યા
    Next Article
    વાળંદ મિત્ર મંડળ દ્વારા 36મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો:વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રેરણા પૂરી પાડી, તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment