Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં સગીર યુવક-યુવતી સહિત બેના મોત:પોલીસે 3 ગુમ મોબાઈલ પરત કર્યા; સોશિયલ મીડિયા પોસ્ટ બાબતે બે પક્ષે ફરિયાદ

    7 hours ago

    પંચમહાલ જિલ્લામાં બે અલગ-અલગ દુખદ બનાવોમાં સગીર યુવક-યુવતી સહિત બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે યુવક અને યુવતીએ ઝાડ પર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઉપરાંત ગોધરાના ભાટડી ગામે નદીમાં માછલી પકડવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત થયું હતું. બીજી તરફ પોલીસે ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા હતા તથા મોરા ગામે સોશિયલ મીડિયા બાબતે થયેલી જૂથ અથડામણમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. ઝાડ પરથી સગીર યુગલના મૃતદેહ મળી આવ્યા મોરવા હડફના વાડોદર ગામે આવેલા મુવાડા ફળિયા નજીક આંબલીના ઝાડ પરથી સગીર યુવક અને યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. બંનેએ 29-30 સપ્ટેમ્બરની રાત્રિ દરમિયાન કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીર યુગલના મોતથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટના અંગે મોરવા હડફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચાલુ કરી છે. માછલી પકડવા ગયેલા આધેડ નદીમાં ડૂબ્યા બીજા બનાવમાં ગોધરા તાલુકાના ભાટડીના સારંગપુર ગામે રહેતા આધેડ વિક્રમસિંહ જાદવ 30 સપ્ટેમ્બરના રોજ નદીમાં માછલી પકડવા માટે ગયા હતા. માછલી પકડતી વખતે અચાનક પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગુમ થયેલા 3 મોબાઈલ પરત આપ્યા ગોધરા તાલુકા પોલીસે 'તેરા તુજકો અર્પણ' પહેલ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુમ થયેલા ₹65,998 ની કિંમતના Redmi, Vivo અને Oppo કંપનીના 3 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ તમામ શોધી કાઢેલા ફોન પોલીસે તેમના મૂળ અરજદારોને પરત સોંપી રાહત આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ અંગે બે પક્ષે ફરિયાદ મોરવા હડફના મોરા ગામે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા તેમજ જાતિવિષયક ટિપ્પણી કરવાના મુદ્દે બે પક્ષો વચ્ચે સામસામે બોલાચાલી થઈ હતી. વાત વણસતાં બંને પક્ષો વચ્ચે ગાળાગાળી, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવો બન્યા હતા. આ ઘટનામાં બંને પક્ષે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાણપુર CHCમાં મા અમૃતમ યોજનામાં ગેરરીતિનો આરોપ:તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ તપાસ માંગી, ઈન્ચાર્જ અધિક્ષકે આરોપો નકાર્યા
    Next Article
    બોટાદના ભરત જાંબુકિયાને પ્રમોશન મળ્યું:મિત્રોએ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment