Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા બનેલા મકરબા બ્રિજ પરથી યુવક કુદ્યો:ટુ-વ્હીલર પાર્ક કરીને છલાંગ લગાવી કર્યો આપઘાત, પરિવારના નિવેદન બાદ મોતનું કારણ સામે આવશે

    7 hours ago

    અમદાવાદમાં મકરબા બ્રિજ પરથી એક યુવકે કૂદીને આપઘાત કર્યો છે. આજે 1 ઓક્ટોબરે બપોર બાદ યુવક બ્રિજ પર વાહન લઈને આવ્યો હતો જે બાદ વાહન પાર્ક કરીને બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. બ્રિજ પરથી પડતા સ્થળ પર જ યુવકનું મોત થયું હતું. બનાવની જાણ થતા સરખેજ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. બ્રિજ પરથી છલાંગ લગાવતા સ્થળ પર જ મોત શહેરના નવ નિર્મિત મકરબા બ્રિજ પરથી પાર્થ સોયંત્રા નામના 33 વર્ષના યુવકે કૂદીને આપઘાત કર્યો છે. બપોરના સમયે પાર્થ બ્રિજ પર ટુ વ્હીલર લઈને આવ્યો હતો જે બાદ બ્રિજ પર જ ટુ વ્હીલર મૂકીને છલાંગ લગાવી હતી.બ્રિજ પરથી પડતા યુવકના માથામાં ઇજા થઈ હતી જેના કારણે યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા યુવકના પરિવારના સભ્યો પહોચ્યા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી. યુવકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવારના નિવેદન બાદ મોતનું કારણ સામે આવશે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ ચાવડાએ જણાવ્યું હતું કે, યુવક વેજલપુરના રહેવાસી છે. હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી. યુવકે કયા કારણથી આપઘાત કર્યો તે જાણી શકાયું નથી. યુવકના પરિવારના નિવેદન બાદ મોતનું કારણ જાણી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ઇથોપિયામાં બંધક ઉત્તર ગુજરાતના ત્રણેય જણા ઘરે પહોંચ્યાં:ગામ પહોંચ્યા બાદ પહેલા માતાજીના દર્શન કર્યા, વિદેશ મંત્રાલયના પ્રયાસોથી એજન્ટોએ ખંડણી વિના છોડ્યાં
    Next Article
    સૈફ અલી ખાનનો દીકરો રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે રાજસ્થાન પહોંચ્યો:ઇબ્રાહિમ અને પલક તિવારી એક જ કારમાં બેઠા, રણથંભોરમાં બે દિવસ વેકેશનનો પ્લાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment