Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૈફ અલી ખાનનો દીકરો રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે રાજસ્થાન પહોંચ્યો:ઇબ્રાહિમ અને પલક તિવારી એક જ કારમાં બેઠા, રણથંભોરમાં બે દિવસ વેકેશનનો પ્લાન

    6 hours ago

    પટૌડી પરિવારનો લાડકો એટલે કે સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ અને ટીવી સ્ટાર શ્વેતા તિવારીની દીકરી પલક ગુરુવારે રાજસ્થાન પહોંચ્યાં. બંનેને પાપારાઝીએ એરપોર્ટ પર ઘેરી લીધા. જયપુરથી બંને એક જ કારમાં સવાઈ માધોપુર સ્થિત રણથંભોર જવા રવાના થયા. મળતી માહિતી મુજબ, બંને રણથંભોરમાં ટાઇગર સફારી જોવા પહોંચ્યા છે. બંનેનો અહીં બે દિવસ રોકાવાનો કાર્યક્રમ છે. પલક અને ઇબ્રાહિમ ટ્વિનિંગ કરતા જોવા મળ્યા. પલક ગ્રીન કલરનું ચેક્સવાળું ટોપ અને જીન્સ પહેર્યા હતા, જ્યારે ઇબ્રાહિમે ગ્રીન કલરના શર્ટ અને જીન્સ પહેર્યા હતા. વીડિયો વાયરલ થતાં જ બંને વચ્ચેના અફેરની ચર્ચાઓ ફરી સોશિયલ મીડિયા યુઝર્સમાં થઈ રહી છે. રણથંભોરમાં ટાઇગર સફારીનો પ્લાન પલક તિવારી અને ઇબ્રાહિમ અલી ખાનની રણથંભોરની મુલાકાત એવા સમયે થઈ, જ્યારે ચોમાસાના ત્રણ મહિના બાદ 1 ઑક્ટોબરથી નેશનલ પાર્ક પર્યટકો માટે ફરી ખુલ્યો છે. પહેલા દિવસે દેશી-વિદેશી પર્યટકોનું પરંપરાગત અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું. પલક અને ઇબ્રાહિમના એકસાથે નજરે પડવાની ખબર પણ તેમના ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. બંને આ પહેલાં પણ અનેક પ્રસંગોએ સાથે નજરે પડી ચૂક્યા છે. ‘આજે કોફી નહીં ઢોળાય’ જયપુર એરપોર્ટ પર ઇબ્રાહિમ પોતાના ખાસ રમુજી અંદાજમાં જોવા મળ્યો. તેના હાથમાં કોફીનો ગ્લાસ હતો. એરપોર્ટ પર હાજર લોકો અને પાપારાઝી સાથે વાતચીત દરમિયાન તેણે રમૂજી અંદાજમાં કહ્યું, “આજે મારી કોફી નહીં ઢોળાય.” તેની આ ટિપ્પણી તાજેતરમાં વાયરલ થયેલા એ વીડિયોથી જોડાયેલી હતી, જેમાં ઇબ્રાહિમના હાથમાંથી કોફી ઢોળાઈ ગઈ હતી. હકીકતમાં, 30 સપ્ટેમ્બરે સામે આવેલા એક વીડિયોમાં ઇબ્રાહિમ એક ચાહક સાથે સેલ્ફી લેતી વખતે ભૂલથી પોતાના કપડાં પર કોફી ઢોળી બેઠો હતો. વીડિયોમાં તે અચાનક નીચે જોઈને કોફીના ડાઘને તપાસતા નજરે પડ્યો. તેની આ પ્રતિક્રિયા પર લોકોએ અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી હતી. લાંબા સમયથી ડેટિંગની ચર્ચા ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી વચ્ચે અફેર હોવાનું લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું છે. લેટ નાઈટ પાર્ટી હોય કે સાથે ફિલ્મ જોવા જવાનું હોય, બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ઇબ્રાહિમ અલી ખાન પણ ઘણી વખત પલકને લોકોથી બચાવતા જોવા મળ્યો છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં જ્યારે ઇબ્રાહિમ અલી ખાનને તેના અને પલક તિવારીના સંબંધો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું- ‘પલક મારી ખૂબ જ સારી મિત્ર છે. તે ખૂબ જ સ્વીટ છે, હું ફક્ત એટલું જ કહી શકું છું.’ 'નાદાનિયાં'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું ઇબ્રાહિમ અલી ખાન બોલિવૂડના જાણીતા ફિલ્મી પરિવારમાંથી આવે છે. તે એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહનો દીકરો છે. તેની બહેન સારા અલી ખાન પણ બોલિવૂડ એક્ટ્રેસ છે. જ્યારે તેના દાદી શર્મિલા ટાગોર હિન્દી સિનેમાની દિગ્ગજ એક્ટ્રેસમાંના એક છે. ઇબ્રાહિમે એક્ટર તરીકે 2025માં ફિલ્મ ‘નાદાનિયાં’થી શરૂઆત કરી હતી. તેમાં તે શ્રીદેવી અને બોની કપૂરની દીકરી ખુશી કપૂર સાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ તે ‘સરઝમીન’માં કાજોલ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ બીજી તરફ, પલક તિવારી પણ ટીવી અને બોલિવૂડના જાણીતા પરિવારમાંથી આવે છે. તે એક્ટ્રેસ શ્વેતા તિવારી અને એક્ટર રાજા ચૌધરીની દીકરી છે. શ્વેતા તિવારીએ પલકના ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પલકે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’થી કરી હતી. ત્યારબાદ તે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળી હતી. આ ઉપરાંત તે ‘ધ ભૂતની’, ‘રોમિયો એસ3’ અને ‘રોઝી: ધ સેફ્રોન ચેપ્ટર’ જેવા પ્રોજેક્ટ્સનો ભાગ રહી ચૂકી છે. આ વર્ષે તે સીરિઝ ‘લુક્કે’માં પણ જોવા મળી હતી. તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 4.8 મિલિયન ફોલોઅર્સ છે. મિલિંદ સોમાનની રમુજી માંગ ઇબ્રાહિમ અને પલક ઉપરાંત જયપુર એરપોર્ટ પર એક્ટર, મોડેલ અને ફિટનેસ આઇકન મિલિંદ સોમણ પણ જોવા મળ્યા. એરપોર્ટ પર એક ચાહકે તેની સાથે ફોટો પડાવવાની ઇચ્છા વ્યક્ત કરી તો મિલિંદે રમુજી અંદાજમાં કહ્યું, “ફોટો પહેલાં 20 પુશ-અપ્સ કરવા પડશે.” તેનો આ અંદાજ જોઈને ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. મોડેલિંગ, એક્ટિંગ અને ફિટનેસનું કોમ્બો મિલિંદ સોમન લાંબા સમયથી મોડેલિંગ, અભિનય અને ફિટનેસના ક્ષેત્રમાં સક્રિય છે. તે રાષ્ટ્રીય સ્તરના સ્વિમર રહી ચૂક્યો છે. મોડેલિંગ બાદ વર્ષ 1995માં અલીશા ચિનોયના લોકપ્રિય મ્યુઝિક વીડિયો ‘મેડ ઇન ઇન્ડિયા’થી તેને દેશભરમાં ખાસ ઓળખ મળી. ત્યારબાદ તેણે ટેલિવિઝન પર ‘કેપ્ટન વ્યોમ’ સહિત અનેક પ્રોજેક્ટ્સ કર્યા અને ફિલ્મોમાં પણ કામ કર્યું. ‘16 ડિસેમ્બર’, ‘અગ્નિવર્ષા’, ‘ભેજા ફ્રાય’, ‘પૈયા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘શેફ’ જેવી ફિલ્મોમાં તેનું કામ જોવા મળ્યું.
    Click here to Read More
    Previous Article
    નવા બનેલા મકરબા બ્રિજ પરથી યુવક કુદ્યો:ટુ-વ્હીલર પાર્ક કરીને છલાંગ લગાવી કર્યો આપઘાત, પરિવારના નિવેદન બાદ મોતનું કારણ સામે આવશે
    Next Article
    જેડી મેજઠિયા ને આતિશ કાપડિયાની જોડીએ 'ચુંબક'માં મચાવી ધમાલ:બકબક કરતી માનસી પારેખ ને ટાઇગર મોમ બનતી ડેલનાઝ ઈરાનીનો અનોખો અંદાજ જોવા મળ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment