Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇથોપિયામાં બંધક ઉત્તર ગુજરાતના ત્રણેય જણા ઘરે પહોંચ્યાં:ગામ પહોંચ્યા બાદ પહેલા માતાજીના દર્શન કર્યા, વિદેશ મંત્રાલયના પ્રયાસોથી એજન્ટોએ ખંડણી વિના છોડ્યાં

    13 hours ago

    ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની લાલચમાં એજન્ટોની ચુંગલમાં ફસાઈ ઇથોપિયામાં બંધક બનેલા ગુજરાતના ત્રણ યુવાનો અંતે હેમખેમ વતન પરત ફર્યા છે. અપહરણકર્તાઓએ પરિવારો પાસેથી ₹1 કરોડની તોતિંગ ખંડણી માંગી હતી પરંતુ, વિદેશ મંત્રાલય અને પોલીસની સમયસૂચકતાથી એક પણ રૂપિયો ચૂકવ્યા વિના ત્રણેયને સુરક્ષિત મુક્ત કરાવાયા હતા. આજે વહેલી સવારે મહેસાણા અને ગાંધીનગરના આ યુવક-યુવતીઓ ઘરે પહોંચતાં પરિજનોની આંખો ખુશીથી છલકાઈ ગઈ હતી અને ગામમાં ભાવુક દૃશ્યો સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઋત્વિજના ભાભીએ પાણી નહીં પીવાની બાધા રાખી હતી ઇથોપિયામાં અપહરણ કરાયેલા મહેસાણા-ગાંધીનગરના ત્રણ યુવાનો ઋત્વિજ, મમતા અને મયુરી હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. મુંબઈ એરપોર્ટથી પરિવારજનો ત્રણેયને ગાડી મારફતે વડસ્મા ગામે ઘરે લાવ્યા હતા. અપહરણકર્તાઓએ કોઈપણ પ્રકારની ખંડણી કે રૂપિયા લીધા વગર ત્રણેયને મુક્ત કર્યા હતા. વડસ્મા પહોંચ્યા બાદ ત્રણેયે સૌપ્રથમ ઘરે માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ ગામના સધી માતા મંદિરે જઈ દર્શન કર્યા હતા. ઋત્વિજના ભાભીએ ત્રણેય હેમખેમ પરત ન આવે ત્યાં સુધી ગામનું પાણી નહીં પીવાની બાધા રાખી હતી, જ્યારે તેમના ઘરે અખંડ દીવો પણ પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. ત્રણેયના પરત ફરવાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમને મળવા માટે એકત્ર થયા હતા અને પરિવાર સાથે ખુશી વહેંચી હતી. ઇથોપિયામાં બંધક બનેલા ત્રણેય ગુજરાતીઓ વતન ફરતા ગામમાં ભાવુક દૃશ્યો અપહરણકારોને પરિવારની આર્થિક સ્થિતિ પણ જણાવી હતીઃ પોલીસ મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ ભાસ્કરને જણાવ્યું કે, મહેસાણા પોલીસ સતત ભારત સરકારના વિદેશ મંત્રાલયના સંપર્કમાં હતી અને જરૂરી દસ્તાવેજો મોકલીને સચોટ સંકલન સાધવામાં આવ્યું હતું. અપહરણકારોના ફોન પર પરિવારજનોને સાથે રાખી સીધી વાતચીત કરવામાં આવી હતી. ભારતીય તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કાયદાની ભાષા સમજાવી તેમજ પરિવારની આર્થિક સ્થિતિ જણાવીને અપહરણકારો પર રાજદ્વારી દબાણ ઊભું કર્યું હતું. આ સમયસૂચકતાના પરિણામે અપહરણકારો ખંડણીની રકમ લીધા વગર જ યુવાનોને મુક્ત કરવા મજબૂર બન્યા હતા. ત્રણેય લોકો પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો ઈથોપિયામાં અપહરણ થયેલા ત્રણ લોકો પૈકીના ઋત્વિક જનસારીના દાદા કનુભાઈએ કહ્યું કે, ત્રણેય લોકો રાત્રિના મુંબઈ પહોંચી ગયા છે અને મહેસાણા આવવા રવના થયા છે. મુક્તિ માટે કોઈ પૈસા આપવા પડ્યા નથી. સરકારે અમને ખૂબ મદદ કરી છે. એજન્ટો સામે પોલીસની લાલ આંખ બુધવારે રાત્રે ઇથોપિયાથી ફ્લાઇટમાં બેસીને ગુરુવારે વહેલી સવારે 3 વાગ્યે ત્રણેય લોકો મુંબઈ એરપોર્ટ પર સહીસલામત ઉતરી જતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ, ત્રણેયને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી મોતના મુખમાં ધકેલનારી બોગસ સિન્ડિકેટ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લાંઘણજ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા વડોદરા અને મહેસાણાના સ્થાનિક એજન્ટો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માનવ તસ્કરી આચરતા એજન્ટોનું નેટવર્ક તોડી પાડવા માટે પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે. આ પણ વાંચો… માતા-પિતાએ રડતા રડતા કહ્યું હતું-'અમારા સંતાનોને પાછા લાવો મહેસાણાના વડસ્મા ગામનો ઋત્વિક જનસારી, ગોઝારિયાની યુવતી મમતા ચાવડા તથા ગાંધીનગરની મયુરી કૌટુંબિક સગાં થાય છે. ત્રણેય કડીના ડાંગરવા ગામના સ્થાનિક એજન્ટ અલ્પેશની મદદથી અમેરિકા જવા નીકળ્યા હતા. સ્થાનિક એજન્ટે મુખ્ય એજન્ટના ભરોસે ત્રણેયને જયપુરથી એતિહાદની ફ્લાઈટમાં અબુધાબી મોકલ્યા. ત્યાંથી તેઓ ઇથોપિયાની રાજધાની એડીસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા GSF કેમ્પમાં રોકાયા, જ્યાં 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોમ્બર સુધીના મહિનાના ઈ-વિઝા લીધા. આ સમયમાં પરિવારજનો પાસે સ્થાનિક એજન્ટે ટુકડે ટુકડે 70 લાખ મેળવી લઈ ત્રણેય કેનેડા પહોંચી ગયા હોવાનું જણાવ્યું. ત્યારબાદ 'હવે કેનેડાથી અમેરિકા જવા નીકળે છે' તેમ કહ્યા બાદ અચાનક ત્રણેયનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો.. અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ, રૂપિયા ચૂકવ્યા છતાં 3 દિવસથી કોઇ પત્તો નથી
    Click here to Read More
    Previous Article
    વોટ્સએપ પર ગરબા પાસના નામે આવતી APK ફાઈલો ખતરનાક:નવસારી સાયબર ક્રાઈમે ચેતવણી આપી, બેંક ખાતા ખાલી થઈ શકે છે
    Next Article
    નવા બનેલા મકરબા બ્રિજ પરથી યુવક કુદ્યો:ટુ-વ્હીલર પાર્ક કરીને છલાંગ લગાવી કર્યો આપઘાત, પરિવારના નિવેદન બાદ મોતનું કારણ સામે આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment