Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોટ્સએપ પર ગરબા પાસના નામે આવતી APK ફાઈલો ખતરનાક:નવસારી સાયબર ક્રાઈમે ચેતવણી આપી, બેંક ખાતા ખાલી થઈ શકે છે

    7 hours ago

    ગરબાના આયોજકો ડિજિટલ પાસ આપે છે, જેનો ગેરલાભ સાયબર ઠગ્સ ઉઠાવી રહ્યા છે. નવસારી સાયબર ક્રાઈમના પીઆઈ ઉમંગ મોદીએ આ અંગે ચેતવણી આપી છે. સાયબર ફ્રોડ કરનારાઓ સોશિયલ મીડિયા પર સસ્તા પાસની લાલચ આપી ફસાવે છે. તેઓ નકલી ડિજિટલ પાસ ઓનલાઈન વેચે છે. આવા પાસથી પૈસાનું નુકસાન થાય છે, એન્ટ્રી પણ નથી મળતી. વોટ્સએપ પર ગરબા પાસ કે ડિસ્કાઉન્ટ કૂપનના નામે APK ફાઈલો મોકલાય છે. આવી એપ ફોનમાં ડાઉનલોડ થતા જ ઠગ્સ ફોનનો એક્સેસ મેળવી વોટ્સએપ, યુપીઆઈ અને ઇન્ટરનેટ બેન્કિંગ હેક કરી શકે છે. તેનાથી બેંક ખાતા ખાલી થઈ શકે છે. સાયબર ફ્રોડથી બચવા, પાસ હંમેશાં અધિકૃત ભૌતિક કાઉન્ટર પરથી જ ખરીદો. ઓનલાઈન પાસ માટે આયોજકની સત્તાવાર વેબસાઇટ તપાસો. વોટ્સએપ પર શંકાસ્પદ લિંક કે APK ફાઈલ પર ક્લિક ન કરો. નવસારી પોલીસની ‘ઈ-ત્રિશૂલ’ એપ બનશે સુરક્ષા કવચ કોઈપણ લિંક, QR Code કે એપ્લિકેશન સુરક્ષિત છે કે નહીં તે જાણવું આજના સમયમાં ખૂબ જ અનિવાર્ય છે. આ સમસ્યાના ઉકેલ માટે નવસારી પોલીસ દ્વારા ‘ઈ-ત્રિશૂલ’ નામની અત્યાધુનિક મોબાઈલ સિક્યુરિટી એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. નાગરિકો તેને ડાઉનલોડ કરીને પોતાના ફોનની એપ્લિકેશન્સ સ્કેન કરી શકે છે, જેનાથી તે કેટલી રિસ્કી કે ટ્રસ્ટેડ છે તેની સાચી માહિતી મળી જાય છે. આ એપ દ્વારા ઓનલાઈન પાસ ખરીદવાના માધ્યમો, શંકાસ્પદ લિંક્સ અને ક્યૂઆર કોડને સરળતાથી વેરિફાઈ કરી શકાય છે, જેથી નવસારીવાસીઓ તહેવારોના માહોલમાં કોઈપણ સાયબર ઠગાઈનો ભોગ બનવાથી સુરક્ષિત રહી શકે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા બાર એસોસિએશનનો ગુજરાત ભાડા વિધેયક 2026 સામે વિરોધ:વિધેયક પાછું ખેંચવા 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહેશે
    Next Article
    ઇથોપિયામાં બંધક ઉત્તર ગુજરાતના ત્રણેય જણા ઘરે પહોંચ્યાં:ગામ પહોંચ્યા બાદ પહેલા માતાજીના દર્શન કર્યા, વિદેશ મંત્રાલયના પ્રયાસોથી એજન્ટોએ ખંડણી વિના છોડ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment