Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા બાર એસોસિએશનનો ગુજરાત ભાડા વિધેયક 2026 સામે વિરોધ:વિધેયક પાછું ખેંચવા 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહેશે

    7 hours ago

    રાજપીપળામાં નર્મદા જિલ્લા બાર એસોસિએશને ગુજરાત ભાડા વિધેયક 2026 સામે વિરોધ નોંધાવ્યો છે. એક સભામાં ઠરાવ પસાર કરીને સરકારે વિધેયક પાછું ખેંચવા અથવા સુધારા કરવા માગ કરી છે. બાર એસોસિએશનનું કહેવું છે કે આ વિધેયક મકાનમાલિકો, ભાડૂઆતો અને નાગરિકોના કાનૂની અધિકારોને અસર કરશે. તેનાથી ન્યાયતંત્રની ભૂમિકા ઘટશે અને વહીવટી અધિકારીઓની સત્તા વધશે તેવી આશંકા છે. આનાથી નાગરિકોને ન્યાય મેળવવામાં મુશ્કેલી થશે. આ વિધેયકના વિરોધમાં 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2026 સુધી તમામ કોર્ટ કામગીરી બંધ રહેશે. આ દરમિયાન કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશબંધી, ધરણાં અને ઉપવાસ જેવા વિરોધ કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી, કાયદા મંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર આપી વિધેયક પાછું ખેંચવા માગ કરાશે. ગુજરાતના અન્ય વકીલ મંડળોને પણ આ આંદોલનમાં જોડાવા અપીલ કરાશે. નાગરિકોને વિધેયકની જોગવાઈઓ વિશે માહિતગાર કરવા કાર્યક્રમો યોજાશે.
    Click here to Read More
    Previous Article
    માતાના મઢ પદયાત્રા રૂટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા:શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતી માટે કચ્છ તંત્રનું આયોજન
    Next Article
    વોટ્સએપ પર ગરબા પાસના નામે આવતી APK ફાઈલો ખતરનાક:નવસારી સાયબર ક્રાઈમે ચેતવણી આપી, બેંક ખાતા ખાલી થઈ શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment