Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાના મઢ પદયાત્રા રૂટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા:શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતી માટે કચ્છ તંત્રનું આયોજન

    7 hours ago

    નવરાત્રીના પાવન પર્વ દરમિયાન માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો પગપાળા તેમજ વાહનો દ્વારા માતાના મઢ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે યાત્રાળુઓની સુવિધા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. માતાના મઢ તરફના મુખ્ય માર્ગો પર યાત્રાળુઓની અવરજવર દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય અને વાહનચાલકોને પણ સરળતાથી માર્ગનો અંદાજ મળી રહે તે માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નખત્રાણા પેટા વિભાગ દ્વારા માર્ગ સલામતી સંબંધિત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), કચ્છ-ભુજના માર્ગદર્શન હેઠળ આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે. પદયાત્રાના માર્ગ પર માર્ગની બંને બાજુ ઉગી નીકળેલી ઝાડી-ઝાંખરા અને વનસ્પતિને દૂર કરી રસ્તાની આસપાસ સફાઈ કરવામાં આવી છે. જેના કારણે પદયાત્રીઓને ચાલવામાં સરળતા રહે અને વાહનોની અવરજવર દરમિયાન માર્ગ વધુ ખુલ્લો રહે તેવી વ્યવસ્થા ઊભી થઈ છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન દિવસ-રાત સતત ચાલતી યાત્રાને ધ્યાનમાં રાખીને માર્ગ સલામતીના વિવિધ પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય માર્ગો પર રોડ માર્કિંગને સ્પષ્ટ બનાવવાની સાથે પદયાત્રીઓ માટે ઝેબ્રા ક્રોસિંગના પટ્ટા પણ તૈયાર કરવામાં આવ્યા છે. વાહનોની ઝડપ નિયંત્રિત રહે તે માટે સ્પીડ બ્રેકર પર ફરીથી રંગકામ કરવામાં આવ્યું છે, જેથી રાત્રિના સમયે પણ તે વાહનચાલકોને દૂરથી દેખાઈ શકે. રાત્રિના સમયે માર્ગ સલામતી વધુ મજબૂત બને તે માટે વિવિધ સ્થળોએ સેફ્ટી રિફ્લેક્ટર્સ અને કેટ-આઈ લગાવવામાં આવ્યા છે. જ્યારે વળાંકવાળા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં રેડિયમયુક્ત ચેતવણી અને દિશા દર્શાવતા બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. આગોતરી માર્ગ સલામતીની આ કામગીરીથી માતાના મઢ તરફ જતા પદયાત્રીઓ તેમજ વાહનચાલકો માટે નવરાત્રી દરમિયાન યાત્રા વધુ સુગમ અને સલામત બનશે.
    Click here to Read More
    Previous Article
    સરકારે એક જ દિવસમાં 2 IASને ફરજિયાત નિવૃત કરી દીધા:'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત ગૌરવ દહીયા અને કે. રાજેશ ઘરભેગા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ
    Next Article
    નર્મદા બાર એસોસિએશનનો ગુજરાત ભાડા વિધેયક 2026 સામે વિરોધ:વિધેયક પાછું ખેંચવા 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વકીલો કોર્ટ કામગીરીથી અળગા રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment