Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે એક જ દિવસમાં 2 IASને ફરજિયાત નિવૃત કરી દીધા:'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત ગૌરવ દહીયા અને કે. રાજેશ ઘરભેગા, ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ

    9 hours ago

    ગુજરાત સરકારે 'ઓપરેશન ગંગાજળ' અંતર્ગત એક જ દિવસમાં બે IAS અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી દેતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીયાને રાજ્ય સરકારે વય નિવૃત થાય તે પહેલા જ નિવૃત કરી દીધા. મહત્વનું છે કે, સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રહેલા કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્ડ હતા અને તેમના વિરુદ્ધ CBI તથા ED દ્વારા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ સંબંધિત તપાસ થઈ ચૂકી છે. કે. રાજેશ છેલ્લા પાંચ વર્ષથી સસ્પેન્ડ હતા કે. રાજેશને જુલાઈ 2022માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા. CBIની ચાર્જશીટ મુજબ તેમના પર સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન અયોગ્ય લોકોને હથિયાર લાઇસન્સ અપાવવા, સરકારી જમીનની ફાળવણી અને સરકારી જમીન પરના અતિક્રમણને નિયમિત કરવા બદલ કથિત લાંચ લેવાના આરોપો મૂકાયા હતા. સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળમાં ગંભીર આરોપો કે. રાજેશ એપ્રિલ 2018થી જૂન 2021 દરમિયાન સુરેન્દ્રનગરના કલેક્ટર રહ્યા હતા. આ સમયગાળાને લઈને તેમના વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ અને વહીવટી અનિયમિતતાની ફરિયાદો થઈ હતી. બાદમાં CBIએ તપાસ શરૂ કરી અને મે 2022માં તેમની સામે FIR નોંધવામાં આવી હતી. CBIની તપાસમાં રૂ.98 હજારની કથિત લાંચ અને ભેટો અંગે પુરાવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ રકમ તેમના કથિત મધ્યસ્થી રફીક મેમણના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ કેસમાં ખોટા ઇન્વોઇસ બનાવવાના પણ આરોપો સામે આવ્યા હતા. ચૂંટણી ખર્ચના ખાતામાં કરોડો જમા થયાનો પણ આરોપ CBI તપાસ અંગેના અહેવાલોમાં એવો પણ દાવો થયો હતો કે સુરેન્દ્રનગર કલેક્ટર તરીકે કે. રાજેશના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ખર્ચના ખાતામાં આશરે રૂ.5 લાખની રકમ વધીને લગભગ રૂ.5 કરોડ થઈ હતી. તપાસ એજન્સીના સૂત્રોના હવાલાથી અહેવાલોમાં જણાવાયું હતું કે હથિયાર લાઇસન્સ અને માઇનિંગ-સેન્ડ ક્વેરી લીઝ સંબંધિત અરજદારો પાસેથી મળેલી કથિત લાંચની રકમ આ ખાતામાં જમા કરવામાં આવતી હતી. CBI બાદ EDની પણ એન્ટ્રી CBI કેસ બાદ EDએ પણ કે. રાજેશ સામે મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી. ઓગસ્ટ 2022માં EDએ તેમને કસ્ટડીમાં લીધા હતા. EDએ તેમની અને પરિવારના સભ્યોની સંપત્તિ તથા નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ઓક્ટોબર 2022માં EDએ કે. રાજેશ અને સહઆરોપી રફીક મેમણ સામે PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ પણ દાખલ કરી હતી. EDના જણાવ્યા મુજબ સરકારી ફરજ બજાવવાના બદલામાં સામાન્ય લોકો પાસેથી ગેરકાયદે લાભ લેવાના આરોપોની તપાસ કરવામાં આવી હતી. કોણ છે કે. રાજેશ? કે. રાજેશ ગુજરાત કેડરના 2011 બેચના IAS અધિકારી છે અને મૂળ આંધ્રપ્રદેશના છે. તેમણે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું હતું અને UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 2010માં 103મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાતમાં જૂનાગઢમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કારકિર્દીની શરૂઆત બાદ સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા. અધિક વિકાસ કમિશનર ગૌરવ દહીયાને પણ ઘરભેગા કરાયા અધિક વિકાસ કમિશનર તરીકે કાર્યરત ગૌરવ દહીયા સામે પણ સરકારે કડક કાર્યવાહી કરી ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 2010 બેચના IAS અધિકારી ગૌરવ દહિયા અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. 2019માં તેમના પર એક મહિલાએ છેતરપિંડી અને ક્રિમિનલ ઇન્ટિમિડેશન સહિતના આરોપો લગાવ્યા બાદ રાજ્ય સરકારે તપાસ કમિટી બનાવી હતી અને બાદમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેઓ લગભગ ચાર વર્ષ સસ્પેન્શન હેઠળ રહ્યા બાદ જુલાઈ 2023માં ફરી સેવામાં પરત આવ્યા હતા અને અધિક વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ હતી. હવે 1 ઓક્ટોબર 2026ના રોજ સેવા સમીક્ષા બાદ તેમને ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય સામે આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સતત 8મા અઠવાડિયે માર્કેટ લાલચોળ, 10 લાખ કરોડ સ્વાહા:વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹29 હજાર કરોડ પાછા ખેંચ્યા ને તૂટતા રૂપિયાએ રોકાણકારોને રોવડાવ્યા
    Next Article
    માતાના મઢ પદયાત્રા રૂટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થા:શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતી માટે કચ્છ તંત્રનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment