Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મુકેશકુમાર પટેલની વરણી:એમ.કે. યુનિવર્સિટી પરિવારે પુષ્પગુચ્છ આપી ઉજ્જવળ કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી

    7 hours ago

    લહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્ય તરીકે નિયુક્તિ પામવા બદલ મુકેશકુમાર ખેમચંદભાઈ પટેલનું એમ.કે. યુનિવર્સિટી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. વીઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ. જિતેન્દ્ર યાદવે પુષ્પગુચ્છ આપી તેમની નવી વહીવટી જવાબદારી અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્ય તરીકે સ્થાન મેળવવા બદલ મુકેશકુમાર ખેમચંદભાઈ પટેલનું એમ.કે. યુનિવર્સિટીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વીઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ. જિતેન્દ્ર યાદવે તેમને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડૉ. જિતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકેની આ જવાબદારી ઉચ્ચ શિક્ષણના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવવાની તક આપે છે. મુકેશકુમાર પટેલ પોતાના શૈક્ષણિક અનુભવ અને સક્રિય યોગદાનથી યુનિવર્સિટીના શૈક્ષણિક તેમ જ વહીવટી કાર્યક્ષેત્રને આગળ ધપાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આ અભિવાદન સમારંભમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દેશરાજ યાદવ, ડીન એકેડેમિક ડૉ. પ્રતાપસિંહ, ડેપ્યુટી રજિસ્ટ્રાર રવિ મીણા, આઈટી વિભાગના નરેશ સૈની, રિસર્ચ ડીન ડૉ. કન્હૈયા તથા એચ.આર. વિભાગના હીરા ગોદારા હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડૉ. કામિના પટેલ, કશિશ પટેલ, ધર્મપાલ ચૌધરી, નવીન યાદવ, રાજેન્દ્ર, ઉમંગ, ભાવેન અને જયદીપ સહિત અન્ય અધ્યાપકો અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી મુકેશકુમાર પટેલને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર નજીક ડમ્પરના ગુપ્ત ખાનામાંથી 18.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પાટણ LCB એ 44.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 ને પકડ્યા
    Next Article
    સેન્સેક્સ 800 પોઈન્ટ, નિફ્ટી 250 પોઈન્ટ ઘટ્યો:મનીવ્યૂનો શેર 62% વધીને લિસ્ટ; વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં ₹19 હજાર કરોડના શેર વેચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment