Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં અર્વાચીન 'સળગતી ઇંઢોણી' રાસની પ્રેક્ટિસ શરૂ:બાળાઓ માથે આગ અને બે હાથમાં મસાલ લઇ રાસ રમવા આતુર; નવદુર્ગા સાક્ષાત સાથે રમતા હોવાની થાય છે અનુભિતી

    1 day ago

    જલતો જલતો જાય, અંબે માનો ગરબો જલતો જાય.. પવન ઝપાટા થાય તોય, માનો ગરબો ઝલતો જાય.. અંબે માનો ગરબો જલતો જાય… માતાજીની આરાધનાનું પર્વ એટલે નવલા નોરતા. નવરાત્રિ શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શક્તિની ભક્તિમાં લીન થવા બાળાઓ આતુર જોવા મળી રહી છે. રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે આજે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથાવત્ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટના મવડી ચોક ખાતે થતો સળગતી ઈંઢોણીનો રાસ શહેરી જનોમાં દિવસે દિવસે વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે અને આ જ રાસ માટે બાળાઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા આ 19માં વર્ષે પણ ગરબીનું આયોજન કરાયું છે. નવરાત્રિના નવે'ય દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો માઁની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે. 20 મિનિટ સુધી બાળાઓ આગને મસ્તક પર ધારણ કરે છે આ રાસની વિશેષતા એ છે કે, તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે અને તે વેળાએ માઁ દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શકિત સમાઇ હોય તેવા દૃશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે. જ્યારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે. ત્યારે માના ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે ભકિતની શકિત વિના અને માના આશિર્વાદ વગર આ કરવું એ બિલકુલ સરળ નથી. ભારે ઉત્સાહ સાથે બાળાઓની પ્રેક્ટિસ શરૂ હાલ નવરાત્રિની પ્રેક્ટિસ ચાલી રહી છે, ત્યારે આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેક્ટિસ કરતી 6 બાળામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાળાઓ કોઈ પણ જાતના ડર વગર આ રાસ માટે પ્રેક્ટિસમાં લાગી ગઇ છે. પ્રેક્ટિસ દરમિયાન પણ માતાજીના આશિર્વાદનું કવચ બાળાઓને મળે છે. આ છ બાળાઓને સળગતી ઇંઢોણી માથે લઇને ઘૂમતી જોવીએ પણ એક લ્હાવો હોય છે. ત્રીજા, છઠા અને નવમા નોરતે રમાઈ છે ઈંઢોણી રાસ બજરંગ ગરબીના આયોજક યુવરાજસિંહ ઝાલાએ કહ્યું કે, આ ગરબીમાં 38 બાળાઓ રાસ રમી રહી છે. સળગતી ઈંઢોણી રાસમાં 6 બાળાઓની ટીમ દ્વારા સળગતી ઈંઢોણી રાસ રમાઈ છે. નવરાત્રિ દરમિયાન ત્રીજા, છઠા અને નવમા દિવસે આ રાસનું આયોજન કરવામાં આવે છે. દુર્ઘટનાને રોકવા ખાસ વ્યવસ્થા અહીંના રાસમાં મુખ્યત્વે ટિપ્પણી રાસ, મનજીરા રાસ, કરતાલ રાસ, ગાગર રાસ અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એવા સળગતી ઈંઢોણીનો રાસ બાળાઓ રમે છે. આયોજકો દ્વારા બાળાઓને કોઈ તકલીફ ન પડે એ માટે ધ્યાન રાખવામાં આવે છે. સળગતી ઈંઢોણીના રાસ દરમિયાન કોઈ દુર્ઘટના ન બને એ માટે પણ આયોજકો દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવે છે અને ફાયર સેફટીના સાધનો સાથે રાખે છે. ભવ્ય વારસાની ઝાંખી ઉલ્લેખનીય છે કે, ટેકનોલોજીના યુગમાં આપણી સંસ્કૃતિ વિસરાતી જાય છે, ત્યારે પ્રાચીન ગરબીઓમાં રમાતા ગરબાઓ ભારતની ભવ્ય સંસ્કૃતિની યાદ અપાવી જાય છે. આપણા આ ભવ્ય વારસાની ઝાંખી કરી સૌ કોઈ ગર્વની લાગણી અનુભવે છે.
    Click here to Read More
    Previous Article
    અંદરથી જુઓ ઈમરજન્સી કંટ્રોલ રૂમ:હવે 6 સર્વિસ માટે યાદ રાખો એક જ આંકડો; સરકારે કેમ પસંદ કર્યો નંબર 112
    Next Article
    આર.વી.દેસાઈ રોડ પર પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ:દુકાનનો માલસામાન બળીને ખાખ, આસપાસના વિસ્તારમાં અફરાતફરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment