Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આર.વી.દેસાઈ રોડ પર પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ:દુકાનનો માલસામાન બળીને ખાખ, આસપાસના વિસ્તારમાં અફરાતફરી

    1 day ago

    વડોદરા શહેરના આર. વી. દેસાઈ રોડ પર ગોયાગેટ સોસાયટીની સામે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. દુકાનનો માલસામાન બળીને ખાખ પ્રોવિઝન સ્ટોરના ઉપરના માળે આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દુકાનમાં રહેલા વિવિધ પ્રકારના માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું અને મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. શોર્ટસર્કિટના કારણે આગનું અનુમાન આગના કારણે દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના વિસ્તારમાં લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમ ફાયર ફાઈટર સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં અર્વાચીન 'સળગતી ઇંઢોણી' રાસની પ્રેક્ટિસ શરૂ:બાળાઓ માથે આગ અને બે હાથમાં મસાલ લઇ રાસ રમવા આતુર; નવદુર્ગા સાક્ષાત સાથે રમતા હોવાની થાય છે અનુભિતી
    Next Article
    India vs Sri Lanka LIVE Score, Asian Games 2026 Semi-Final: Vaibhav Sooryavanshi In As India Bat First vs Sri Lanka In SF

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment