Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારચાલકે કાબુ ગુમાવ્યો, બેને ફ્રેકચર‎:ચરકલા-મીઠાપુર હાઈવે પર બોલેરોની ઠોકરે પ્રૌઢનું મોત

    10 hours ago

    દ્વારકા તાલુકાના ટુપણી ગામના એક પ્રૌઢનું ચરકલા-મીઠાપુર હાઈવે પર પૂરઝડપે આવી રહેલી બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં પ્રૌઢને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેને હોસ્પિટલ ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. ટુપણી ગામે રહેતા આલાભાઈ ચાવડા એક્ટિવા સ્કુટર પર ચરકલા મીઠાપુર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન એક બોલેરો પૂરઝડપે આવી હતી. બોલેરો ચાલકે કથિત બેદરકારીપૂર્વક વાહન હંકારી એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી.અકસ્મતમાં આલાભાઈને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ મામલે મૃતકના પુત્ર નારણભાઈ આલાભાઈ ચાવડાએ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બોલેરો ચાલક પુંજાભા કેર વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોરીંજા ગામના પાટિયા નજીક પૂરઝડપે દોડતી કારના ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતાં બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈકસવાર બે યુવાનોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ, ગત તા. 27ના રોજ ગોરીંજા ગામના પાટિયા નજીક એક કારનો ચાલક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક કાર ચલાવી રહ્યો હતો. દરમિયાન કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સામેથી પસાર થઈ રહેલી મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ગોરીંજા ગામના સાચલભા લગધીરભા સુમાણી તથા સાહેદ રાણાભા રાજમલભા કેર બંનેને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બનાવને પગલે બાઈકચાલક સાચલભા સુમાણીએ પોલીસમાં જોડાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    નંદીઘરમાંથી 600થી વધુ પાંજરાપોળમાં મોકલાયા‎:મોરબી મનપા બન્યા બાદ 3,826 રખડતાં ઢોર પકડાયાં
    Next Article
    ઝુંબેશ:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજ તંત્રની મેગા ડીસ કનેકશન ડ્રાઇવ, 2.47 કરોડની વસૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment