Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંદીઘરમાંથી 600થી વધુ પાંજરાપોળમાં મોકલાયા‎:મોરબી મનપા બન્યા બાદ 3,826 રખડતાં ઢોર પકડાયાં

    10 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા જાહેર માર્ગો પર અડચણરૂપ બનતા રખડતા ઢોરને પકડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. મહાનગરપાલિકા બન્યા બાદ અત્યાર સુધીમાં જાહેર માર્ગો પરથી કુલ 3,826 રખડતા પશુઓ પકડવામાં આવ્યા હોવાનું મનપાએ જણાવ્યું છે. આ અઠવાડિયા દરમિયાન વધુ 29 પશુઓ પકડવામાં આવ્યા હતા. મોરબી મનપાની ANCD શાખા દ્વારા મોરબી શહેરના વિવિધ વિસ્તારો તેમજ જાહેર માર્ગો પરથી રખડતા ઢોરને પકડી મોરબી જિલ્લા આસપાસ આવેલી ગૌશાળા, નંદીઘર તથા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાં રાખવામાં આવેલા 600થી વધુ પશુઓને પણ જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે. જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે અકસ્માતની સ્થિતિ ઊભી ન થાય તે માટે પશુઓ પકડવાની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ મહાનગરપાલિકાએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાત્રિ ડ્રાઈવમાં એક કલાકમાં 42-45 હજારનો દંડ વસૂલાયો‎:મોરબીમાં સમજાવટ છતાં દબાણ, ગંદકી કરનારા વેપારીઓ સામે દંડ
    Next Article
    કારચાલકે કાબુ ગુમાવ્યો, બેને ફ્રેકચર‎:ચરકલા-મીઠાપુર હાઈવે પર બોલેરોની ઠોકરે પ્રૌઢનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment