Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રિ ડ્રાઈવમાં એક કલાકમાં 42-45 હજારનો દંડ વસૂલાયો‎:મોરબીમાં સમજાવટ છતાં દબાણ, ગંદકી કરનારા વેપારીઓ સામે દંડ

    9 hours ago

    મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અંતર્ગત શહેરમાં સ્વચ્છતા અને દબાણ મુદ્દે રાત્રિ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ચાર દિવસ પહેલાં મનપાની ટીમે વેપારીઓ, રેકડી સહિતના ધંધાર્થીઓને દુકાન બહાર ગંદકી ન ફેલાવવા સૂચના આપી હતી. કચરાનું યોગ્ય અલગીકરણ કરવા પણ જણાવાયું હતું. રોડ પર બાંકડા, ટેબલ કે અન્ય વસ્તુઓ ન મૂકવા પણ સૂચના અપાઈ હતી. જોકે, ચાર દિવસ બાદ ફરી તપાસ કરતાં કેટલાક સ્થળે નિયમોનું પાલન ન થયું. તેથી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. મનપાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી અંદાજે રૂ.2 હજાર લેખે દંડ વસૂલ્યો હતો. એક કલાકની કામગીરી દરમિયાન કુલ રૂ.42 હજારથી રૂ.45 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન કેટલાક વેપારીઓ ફાળવેલી જગ્યાની મર્યાદા બહાર રોડ સુધી ટેબલ ગોઠવી ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. આવા દબાણો દૂર કરાવાયા હતા. વેપારીઓને ફરી નિયમોનું પાલન કરવા તાકીદ કરાઇ હતી. ફરી નિયમભંગ થશે તો લાઇસન્સ-સીલિંગ સુધી કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણીએ જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલાં શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ, રેકડી અને અન્ય ધંધાર્થીઓને દુકાન બહાર ગંદકી ન ફેલાવવા સમજાવવામાં આવ્યા હતા. રોડ પર સામાન, બાંકડા કે ટેબલ ન મૂકવા પણ સૂચના અપાઈ હતી. ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે જગ્યા રોકીને ધંધો ન કરવા પણ જણાવાયું હતું. તેમ છતાં કેટલાક વેપારીઓએ નિયમોનું પાલન ન કર્યું. તેથી ફરી તપાસ દરમિયાન દંડની કાર્યવાહી કરાઈ છે. આગામી સમયમાં નિયમભંગનું પુનરાવર્તન થશે તો લાયસન્સ રદ કરાશે. દુકાનો સીલ કરવા સુધીના પગલાં પણ લેવાશે. વિશ્લેષણ | રાત્રિ ડ્રાઈવ પૂરતી નહીં, નિયમિત કાર્યવાહી જરૂરી મોરબીમાં ગંદકી અને જાહેર રસ્તાઓ પરના દબાણની સમસ્યા લાંબા સમયથી છે. કમિશનર સંગીતા રૈયાણીના ચાર્જ બાદ પ્રથમ વખત રાત્રિ ડ્રાઈવમાં ટીમ ફિલ્ડમાં ઉતરી હતી. કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે, શહેરને સ્વચ્છ રાખવા અને દબાણમુક્ત બનાવવા માટે માત્ર ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન પૂરતું નથી. નિયમિત ચકાસણી જરૂરી છે. નિયમિત કાર્યવાહી પણ જરૂરી છે. દબાણ અને ગંદકી સામે સતત ફિલ્ડમાં કાર્યવાહી થાય તો જ આવી ડ્રાઈવનો હેતુ લાંબા ગાળે સિદ્ધ થઈ શકે છે. મોરબીમાં રાત્રિ ડ્રાઈવ દરમિયાન રોડ પર દબાણ કરનારા વેપારીઓ સામે મનપાની ટીમની કાર્યવાહી. તસવીર : રવિ બરાસરા
    Click here to Read More
    Previous Article
    બોટાદ એલસીબીની દારૂની ભઠ્ઠી પર રેડ:તુરખામાં દારૂ ગાળવાના આથા સહિત 350 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત થયો
    Next Article
    નંદીઘરમાંથી 600થી વધુ પાંજરાપોળમાં મોકલાયા‎:મોરબી મનપા બન્યા બાદ 3,826 રખડતાં ઢોર પકડાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment