Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ એલસીબીની દારૂની ભઠ્ઠી પર રેડ:તુરખામાં દારૂ ગાળવાના આથા સહિત 350 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત થયો

    9 hours ago

    બોટાદ એલસીબી પોલીસે તુરખા ગામે ધોળીયાની દશ તરીકે ઓળખાતી સીમમાં આવેલી વાડીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર રેઇડ કરી દેશી દારૂ ગાળવાનો આથો તથા દેશી દારૂ તેમજ દારૂની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રી મળી 1,11,390 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે હરપાલભાઈ પ્રવિણભાઈ ભાંભળા હાજર નહી મળી આવતા ત્રણ શખ્સો વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ એલસીબી શાખામાં આર્મ એએસઆઈ તરીકે ફરજ બજાવતા રામદેવસિંહ દેવુભા મોરી, તથા એલ.સી.બી. સ્ટાફ 28 સપ્ટેમ્બરે રાત્રીના 11 વાગે નાઈટ રાઉન્ડમાં પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમ્યાન મોડી રાત્રિના દોઢ વાગ્યે બાતમી મળી કે હરપાલભાઈ પ્રવિણભાઈ ભાંભળા તુરખા ગામે ધોળીયાની દશ સીમમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે પોલીસે રેઈડ કરતા વાડીમાં બે શખ્સો મળી આવેલ જેમના નામ પુછતા અશોક માધુભાઈ બોરસાણીયા અને વીજય મનુભાઈ બોરસાણીયા (રહે,નડાળા જી. સુરેન્દ્રનગર) હોવાનુ જણાવ્યુ હતુ. અને દારૂની ભઠ્ઠી હરપાલભાઈ પ્રવિણભાઇ ભાંભળાની છે તથા પોતે મજુરીકામ કરતા હોવાનુ જણાવેલ. જેથી પોલીસે તપાસ કરતા હરપાલભાઈ પ્રવિણભાઈ ભાંભળાએ પોતાના ફાયદા સારૂ તુરખા ગામે વાડીમાં ગેરકાયદે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી રેઇડ દરમ્યાન દેશી દારૂ ગાળવાનો આથો લીટર 1650 કિ.રૂ. 41, 250 તથા દેશી દારૂ લીટર 350 કી.રૂ.70હજાર તેમજ દારૂની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાતી સાધનસામગ્રી કિ.રૂ.140 મળી કુલ 1,11,390 ના મુદ્દામાલ સાથે અશોક મધુભાઈ બોરસાણીયા અને વિજય મનુભાઇ બોરસાણીયાને ઝડપી પાડી કાર્યવાહી કરી છે. જ્યારે હર પાલભાઈ પ્રવિણભાઈ ભાંભળા હાજર નહી મળી આવતા ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરી આ ત્રણેય વિરુદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ક્રાઇમમાં ફરિયાદ:વોટ્સએપ પર લગ્ન કંકોત્રીની એપીકે‎ ફાઇલ મોકલી રૂ. 6.13 લાખની ઠગાઈ‎
    Next Article
    રાત્રિ ડ્રાઈવમાં એક કલાકમાં 42-45 હજારનો દંડ વસૂલાયો‎:મોરબીમાં સમજાવટ છતાં દબાણ, ગંદકી કરનારા વેપારીઓ સામે દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment