Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ક્રાઇમમાં ફરિયાદ:વોટ્સએપ પર લગ્ન કંકોત્રીની એપીકે‎ ફાઇલ મોકલી રૂ. 6.13 લાખની ઠગાઈ‎

    9 hours ago

    મોડાસા તાલુકાના પહાડપુર ગામના 59 વર્ષીય ખેડૂત સાથે 6 લાખ 13 હજાર રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતને ઠગાઈ ગયાનો અહેસાસ થતાં અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાઈ છે. 59 વર્ષીય અભાભાઇ ભવાભાઇ ભરાડ ખેડૂતને 10 ઓગસ્ટ 2026ના રોજ મોડી રાત્રે 00:25થી 02:50 વાગ્યા દરમિયાન તેમના વોટ્સએપ નંબર પર એક અજાણ્યા નંબર પરથી `Wedding Invitation card.APK` નામની ફાઇલ આવી હતી. Moto G5 5G ફોન વાપરનાર ખેડૂત લગ્નની કંકોત્રી સમજીને તેમણે તે APK ફાઇલ પર ક્લિક કરતાં ફાઇલ ફોનમાં ડાઉનલોડ થઇ હતી. ફાઇલ ખોલતાની સાથે જ તેમના મોબાઇલમાંથી તે દિવસે વહેલી સવારે OTP અને પૈસા ઉપડ્યાના મેસેજ આવવા લાગ્યા હતા. ગભરાઈને તેમણે પરિવારજનોને જાણ કરી હતી. પરીજનોએ સવારે ખેડૂતનું ખાતું ધરાવતી મોડાસા બેંક ઓફ બરોડા શાખામાં ગયા હતા. તેમના બેંક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું હતું કે તેમના ખાતામાંથી રૂ. 6,13,490/- બીજા એક અજાણ્યા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા છે. બનાવ બાદ ફરિયાદીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલ વિભાગ દ્વારા તેમનો એકાઉન્ટ નંબર હોલ્ડ કરાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં 49 દિવસ બાદ તા. 29/09/2026 ના રોજ અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે હતી. અજાણ્યા APK ફાઇલ બનાવનાર અને તપાસમાં મળી આવે તે બેંક એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.અરવલ્લી સાયબર પોલીસે નાગરિકોને અજાણ્યા નંબર પરથી આવતી કોઈપણ APK ફાઇલ, લિંક પર ક્લિક ન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરપાણેશ્વર મંદિર પરિસરમાંથી રૂ. 5.69 લાખનો ગાંજો ઝડપાયો:મંદિરના પૂજારી સહિત 3ની અટકાયત, મુખ્ય વહીવટકર્તા ફરાર
    Next Article
    બોટાદ એલસીબીની દારૂની ભઠ્ઠી પર રેડ:તુરખામાં દારૂ ગાળવાના આથા સહિત 350 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment