Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરપાણેશ્વર મંદિર પરિસરમાંથી રૂ. 5.69 લાખનો ગાંજો ઝડપાયો:મંદિરના પૂજારી સહિત 3ની અટકાયત, મુખ્ય વહીવટકર્તા ફરાર

    9 hours ago

    મોડાસાના માલપુર તાલુકાના ઉભરાણ ખાતે આવેલા શૂરપાણેશ્વર મહાદેવ મંદિર પરિસરમાંથી માલપુર પોલીસે દરોડો પાડી ₹5.69 લાખની કિંમતનો ગેરકાયદે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મંદિર પરિસરમાં વાવેલા ગાંજાના 6 છોડ (વજન 11.397 કિગ્રા) તથા રૂમમાંથી મળેલો 0.87 કિગ્રા સૂકો ગાંજો મળી કુલ ₹5.69 લાખનો માદક પદાર્થ, બે મોબાઇલ સહિત ₹5.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એફ.એસ.એલ. (FSL) અધિકારીની મદદથી પ્રાથમિક પરીક્ષણ કર્યા બાદ માલપુર પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મંદિરના પૂજારી સહિત ત્રણ લોકોની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય વહીવટકર્તા ફરાર થઈ જતાં તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, મંદિરમાં આવતા સાધુ-સંતોના પીવાના ઉપયોગ માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. અટકાયત કરાયેલા આરોપી‎ 1. રવિકાંત ઉર્ફે રવિગીરી તેજેન્દ્રસિંહ ખચેડુસિંહ રાણા (ઉં. વ. 45) હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ મૂળ રહે: દહેરાદૂન, ઉત્તરાખંડ 2. રૂપસિંહ ઉર્ફે રૂપગીરી મુલ્લાગીરી કલ્લુગીરી કુશવાહ હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ મૂળ રહે મધ્યપ્રદેશ 3. સનતકુમાર ઉદયભાનું કોરી હાલ રહે: શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ મૂળ રહે: ગુહેરા, તાલુકો મઉગંજ, મધ્યપ્રદેશ વોન્ટેડ આરોપી (મુખ્ય વહીવટકર્તા): હરદીપગીરી મહારાજ (શૂરપાણેશ્વર મંદિર, ઉભરાણ)
    Click here to Read More
    Previous Article
    યોગ શિબિર:નિયમિત યોગાસનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે
    Next Article
    સાયબર ક્રાઇમમાં ફરિયાદ:વોટ્સએપ પર લગ્ન કંકોત્રીની એપીકે‎ ફાઇલ મોકલી રૂ. 6.13 લાખની ઠગાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment