Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યોગ શિબિર:નિયમિત યોગાસનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે

    9 hours ago

    રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોડાસાની કે.એન. શાહ હાઈસ્કૂલ ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશીશપાલજીએ ઉપસ્થિત રહીને જિલ્લાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. નિયમિત યોગાસન અને મેડિટેશનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે યોગ એ આપણા જીવનની અમૂલ્ય ભેટ છે. આ ઉદ્દેશ સાથે અરવલ્લી જિલ્લામાં યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ યોગાસનોનો અભ્યાસ કર્યોં હતો. યોગ શિબિરમાં સહભાગીઓએ સામાન્ય આસનો સાથે મેડિટેશનનો પણ અભ્યાસ કર્યો હતો. તાડાસન, વૃક્ષાસન, ત્રિકોણાસન અને ભુજંગાસન જેવા આસનોથી શરીરની લવચીકતા, સંતુલન અને મજબૂતાઈ વધે છે, જ્યારે શવાસનથી શરીરને વિશ્રાંતિ મળે છે. આ આસનો પછી મેડિટેશન દ્વારા મનને શાંત કરીને એકાગ્રતા અને આંતરિક શાંતિનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. નિયમિત યોગાસન અને મેડિટેશનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઊર્જા વધે છે. યોગ બોર્ડ દ્વારા આયોજિત આ શિબિર સેવા સંકલ્પ અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ ઘણી જિલ્લાના અધિકારીઓ અને નાગરિકો વચ્ચે યોગની મહત્તા અંગે સમજ વિકસાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખધારાસભ્ય, નિવાસી અધિક કલેક્ટર પ્રાંત અધિકારી નગરપાલિકા પ્રમુખ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખલીપુર વિસ્તારમાં એપાર્ટમેન્ટ પાસે, માંજુમ નહેર ઉપર પાકો રસ્તો બનાવો:મોડાસા વોર્ડ 4 માં કાચા રસ્તાઓને પાકા બનાવવા પાલિકામાં રજૂઆત
    Next Article
    સુરપાણેશ્વર મંદિર પરિસરમાંથી રૂ. 5.69 લાખનો ગાંજો ઝડપાયો:મંદિરના પૂજારી સહિત 3ની અટકાયત, મુખ્ય વહીવટકર્તા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment