Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખલીપુર વિસ્તારમાં એપાર્ટમેન્ટ પાસે, માંજુમ નહેર ઉપર પાકો રસ્તો બનાવો:મોડાસા વોર્ડ 4 માં કાચા રસ્તાઓને પાકા બનાવવા પાલિકામાં રજૂઆત

    8 hours ago

    મોડાસા નગરપાલિકા વિસ્તારમાં વિકાસકામોને વેગ આપવા માટે વોર્ડ નંબર 4ના કાઉન્સિલર વ્રજકુમાર જયેશભાઈ પટેલે મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર)ને લેખિત રજૂઆત કરી તાકીદે સી.સી. રોડનું કામ શરૂ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીએ પણ માજુમ જળાશયની નહેર પર રસ્તો બનાવવા માટે NOC (અનાપત્તિ પ્રમાણપત્ર) મેળવવા સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી છે. મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલા ખલીપુરના ક્રીષ્ના એપાર્ટમેન્ટથી બાયપાસ એપ્રોચ રોડ સુધી તેમજ બાયપાસ એપ્રોચ રોડથી માલપુર રોડને જોડતો કેનાલ પરનો રોડ કાચો છે. આ કારણે સ્થાનિક 25થી વધુ સોસાયટીના રહીશો તથા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, મોડાસા-માલપુર રોડ પર આવેલા કેનાલના એન્ટ્રી પોઈન્ટ પાસે રોડની સાઈડમાં જગ્યા ખાલી હોવાથી ત્યાં પણ સી.સી. વર્ક (કોંક્રિટ રોડ) કરવું અત્યંત આવશ્યક બન્યું છે. આ અંગે પણ પાલિકા દ્વારા સિંચાઈ વિભાગને લેખિત જાણ કરાઈ છે. કામગીરી તાકીદે શરૂ કરવા સ્થાનિકોની માંગ વોર્ડ નંબર 4ના આ વિસ્તારોમાં લાંબા સમયથી પાકો (સી.સી.) રોડ ન હોવાને કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને ચોમાસાની ઋતુ સહિત સામાન્ય દિવસોમાં પણ અવરજવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જેથી સિંચાઈ વિભાગ વહેલી તકે NOC આપે અથવા પાકો રોડ બનાવી આપે તેવી સ્થાનિક સોસાયટીના રહીશોની ઉગ્ર માંગણી છે.
    Click here to Read More
    Previous Article
    અમલ નહિ થાય તો સ્થળ ઉપર જ દંડની વસૂલાત કરાશે‎:બોટાદ પાલિકાના બે કર્મીઓ રાત્રે વોચમાં નીકળ્યા જાહેરમાં કચરો ફેંકતા 11 વ્યક્તિને રૂ. 9,600નો દંડ
    Next Article
    યોગ શિબિર:નિયમિત યોગાસનથી શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક તણાવ ઘટે છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment