Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનોસણ મંડળી રૂ. 2.47 કરોડ છેતરપિંડી, બે મહિલા આરોપી ઝડપાઈ:બોગસ દસ્તાવેજોથી લોન મેળવી બેંક સાથે વિશ્વાસઘાત આચર્યો

    6 days ago

    વાગડોદ પોલીસે રૂ. 2.47 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત કેસમાં કાનોસણ ગામની બે મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનો કાનોસણ સેવા સહકારી મંડળી લિમિટેડ સાથે સંકળાયેલો છે. પોલીસને મળેલી બાતમીના આધારે સુર્યાબેન અને રંજુબા નામની બે મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. તેમની સામે 06 ફેબ્રુઆરી, 2024ના રોજ વાગડોદ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420, 465, 467, 468, 471, 472, 475, 201, 120(બી) અને 114 હેઠળ ગુનો નોંધાયો હતો. ઘટનાની વિગતો મુજબ, 04 જાન્યુઆરી, 2018 થી 17 જૂન, 2021 દરમિયાન કાનોસણ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદો, પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યોએ ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેંક લિમિટેડની પાટણ શાખામાંથી વિવિધ પ્રકારની લોન મેળવવાનું કાવતરું રચ્યું હતું. આરોપીઓએ કે.સી.સી., દૂધાળા ઢોર, મકાન બાંધકામ અને ગોડાઉન બાંધકામ જેવી લોન મેળવવા માટે નાયબ મામલતદાર (ઈ-ધરા) અને સરસ્વતી મામલતદાર કચેરીના બોગસ સહી-સિક્કાવાળા જમીનના 7/12 અને 8-અના ખોટા ખાતા તથા સર્વે નંબરના પુરાવા બનાવ્યા હતા. આ બોગસ દસ્તાવેજોને સાચા તરીકે બેંકમાં રજૂ કરીને કુલ રૂ. 2,47,06,623નું ધિરાણ મેળવવામાં આવ્યું હતું. ત્યારબાદ લોનની મુદ્દલ રકમ કે વ્યાજ બેંકમાં પરત જમા ન કરાવીને બેંક અને મંડળી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સમી કોર્ટેનો ચુકાદો:મહિલાને થપ્પડ મારી તોડફોડ કરનારને બે વર્ષની કેદ અને ₹25,000 દંડ
    Next Article
    લાઇન તૂટતા આસપાસના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ‎:નવસારીના કાગદીવાડ વોટર વર્ક્સ પાસે ફરી પાણીની લાઇન તૂટી ગઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment