Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઇન તૂટતા આસપાસના વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ‎:નવસારીના કાગદીવાડ વોટર વર્ક્સ પાસે ફરી પાણીની લાઇન તૂટી ગઇ

    6 days ago

    નવસારીના કાગદીવાડ વોટર વર્ક્સ નજીક ગતરોજ ફરી એકવાર મુખ્ય પાણી પુરવઠાની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું હતું. લાઇન તૂટવાને કારણે પીવાનું શુદ્ધ પાણી રસ્તાઓ પર વહીને વેડફાઈ ગયું હતું, જેના લીધે આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ આ જ સ્થળે પાઇપલાઇન તૂટવાની ઘટના બની ચૂકી છે જેના કારણે સ્થાનિક રહીશોને સળંગ બે દિવસ સુધી પાણી વિના ભારે હાલાકી ભોગવવી પડી હતી. વારંવાર એક જ સ્થળે લાઇન તૂટવાની સમસ્યા સર્જાતા તંત્રની કામગીરીની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ મહાપાલિકાની હાઇડ્રોલિક ટીમે સ્થળ પર પહોંચી સમારકામ હાથ ધર્યું છે. જોકે, પાઇપલાઇનનું રિપેરિંગ પૂરું ન થાય ત્યાં સુધી સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોએ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત કામગીરી કરવાની તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કાનોસણ મંડળી રૂ. 2.47 કરોડ છેતરપિંડી, બે મહિલા આરોપી ઝડપાઈ:બોગસ દસ્તાવેજોથી લોન મેળવી બેંક સાથે વિશ્વાસઘાત આચર્યો
    Next Article
    Gambhir, Gill Urged To Back Underfire India Star By Rahane: "He Will Deliver"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment