Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી કોર્ટેનો ચુકાદો:મહિલાને થપ્પડ મારી તોડફોડ કરનારને બે વર્ષની કેદ અને ₹25,000 દંડ

    6 days ago

    પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એમ.એમ. શુક્લની કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. નાણાંની લેવડ-દેવડના વિવાદમાં એક મહિલાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, હુમલો કરી તથા તોડફોડ કરી નુકસાન પહોંચાડવાના ગંભીર કેસમાં કોર્ટે આરોપીને ગેરહાજરીમાં જ દોષિત ઠેરવી મુખ્ય બે વર્ષની કેદની સજા તથા કુલ ₹25,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકારી વકીલ એમ. જી. કોરાટે રજૂઆત કરી હતી. કેસની વિગત મુજબ, સમીની સોપાર સોસાયટીમાં રહેતા હાજરાબેન હબીબભાઈ કાજીના ઘરે 23 ડિસેમ્બર 2024ના રોજ આરોપી ઈમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનભાઈ સૈયદ (રહે. નેહરુચોક, સમી) આવ્યો હતો. આરોપીએ હાજરાબેનના પતિ પાસે પૈસા લેવાના હોઈ તે બાબતે બોલાચાલી કરી ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીએ કમરમાંથી છરી કાઢી રસોડાના કાચ તથા હોલમાં રહેલું ટી.વી. તોડી નાખી આશરે ₹20,000થી વધુનું નુકસાન પહોંચાડયું હતું. મહિલાએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીએ તેમને ગાલ પર થપ્પડ મારી હતી. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષ દ્વારા સાક્ષીઓના નિવેદનો અને કોર્ટ સમક્ષની જુબાનીમાં નાના-મોટા વિરોધાભાસ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ન્યાયાધીશે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા ટાંકીને અવલોકન કર્યું હતું કે, પુરાવાને ટુકડાઓમાં વાંચી શકાય નહીં, તેને સમગ્ર રીતે મૂલવવો પડે. નાની-મોટી ક્ષતિઓ કે વિરોધાભાસથી ફરિયાદ પક્ષના મુખ્ય કેસની સત્યતા પર અસર પડતી નથી. કોર્ટે નોંધ્યું હતું કે મહિલાના ઘરમાં બારીના કાચ અને ટી.વી. તૂટેલી હાલતમાં મળી આવ્યા હતા તે બાબત પંચનામા અને પુરાવાથી પુરવાર થાય છે. ચુકાદાના દિવસે આરોપીના વકીલ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું હતું કે, આરોપી નશામુક્તિ કેન્દ્ર (બારડોલી) ખાતે હોવાથી કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી. પરિણામે ન્યાયાધીશે આરોપીની ગેરહાજરીમાં જ જજમેન્ટ જાહેર કર્યું હતું. કોર્ટે BNSની વિવિધ કલમો હેઠળ આરોપીને અલગ-અલગ સજા ફટકારી છે. જેમાં BNS કલમ 324(4) (નુકસાન પહોંચાડવું) હેઠળ બે વર્ષની સાદી કેદ અને ₹10,000 દંડ; BNS કલમ 115(2) (સ્વૈચ્છિક ઈજા પહોંચાડવી) હેઠળ એક વર્ષની સાદી કેદ અને ₹10,000 દંડ; અને BNS કલમ 329(2) (ગૃહ અપપ્રવેશ) હેઠળ એક વર્ષની સાદી કેદ અને ₹5,000 દંડનો સમાવેશ થાય છે. દંડ ન ભરે તો વધુ કેદની સજાનો હુકમ કરાયો છે. આરોપી હાલ અદાલતમાં હાજર ન હોવાથી તેની સામે સજા ભોગવવાની અમલવારી માટે સજા વોરંટ ઇશ્યૂ કરવાનો કોર્ટે આદેશ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભારત સ્પેસમાં પેટ્રોલ પંપ અને દવાઓ બનાવશે:સ્કાયરૂટ દર મહિને રોકેટ લોન્ચ કરશે; પીએમ મોદીને મળ્યા સ્પેસ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો
    Next Article
    કાનોસણ મંડળી રૂ. 2.47 કરોડ છેતરપિંડી, બે મહિલા આરોપી ઝડપાઈ:બોગસ દસ્તાવેજોથી લોન મેળવી બેંક સાથે વિશ્વાસઘાત આચર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment