Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:મનપાના નવા સોફ્ટવેરનું ટેક્નિકલી ભોપાળું : પાણી કનેક્શન લીધું નથી છતાં બિલમાં પાણી વેરો આવ્યો

    8 hours ago

    પોરબંદર મનપા દ્વારા અમલી બનાવાયેલા નવા ઓનલાઇન પોર્ટલ અને સોફ્ટવેરની ગંભીર ટેકનિકલ ખામીઓના કારણે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. મનપાના વેરા બિલમાં પાણી કનેક્શન જ ન હોવા છતાં પાણી વેરો વસૂલાતો હોવાનો ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. છાંયા ક્રિષ્નાપાર્કમાં રહેતાં પ્રફુલાબેન કેશુભાઈ નાંઢા નામના મહિલા પોતાના વેરા બિલમાં પાછલા બાકી સહિત ચાલુ વર્ષનો રૂ. 2,430નો પાણી વેરો ઉમેરાયેલો જોઈ ચોંકી ઊઠ્યા હતા. આ અંગે મહિલાએ મનપા કચેરી ખાતે રજૂઆત કરતાં તેમને વોટર વર્ક્સ વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. વોટર વર્ક્સ વિભાગના કર્મચારીએ ડેટા ચકાસતાં સામે આવ્યું હતું કે પ્રફુલાબેનના નામે મનપાનું કોઈ પાણી કનેક્શન નોંધાયેલું જ નથી. આશ્ચર્યની વાત એ છે કે કનેક્શન નંબર કે નોંધણી ન હોવા છતાં બિલમાં પાણી વેરો ઉમેરીને આવ્યો હતો. આટલું જ નહીં, મનપાએ પોતાની ભૂલ સુધારવાને બદલે મહિલાને આ નિરાકરણ માટે છાંયા બ્રાન્ચ ખાતે ધક્કો માર્યો હતો. પ્રફુલાબેને જણાવ્યું હતું કે, તેમના મકાનમાં વર્ષોથી બોરનું સારું પાણી આવતું હોવાથી તેમણે ક્યારેય મનપાનું પાણી કનેક્શન લીધું જ નથી. મનપાની સિસ્ટમની ભૂલ સુધારવા માટે મહિલા અને તેમના પુત્રને કામધંધો છોડીને કચેરીઓના ચક્કર કાપવા પડી રહ્યા હતા. મનપાના આ નવા પોર્ટલમાં માત્ર પાણી વેરાની જ નહીં, પરંતુ મિલકત ધારકો માટે નામ ટ્રાન્સફરની પણ મોટી ટેકનિકલ ખામી સામે આવી રહી છે. અનેક મિલકત ધારકોએ નિયમ મુજબ મિલકતમાં નામ ટ્રાન્સફરની ફી ભરી દીધી હોવા છતાં અને તેમની પાસે સત્તાવાર પહોંચ હોવા છતાં, નવા બિલ હજુ પણ જૂના માલિકના નામે જ ઇશ્યૂ થઈ રહ્યા છે. આટલું જ નહીં, જ્યારે નાગરિકો આ ભૂલ સુધારવા માટે કચેરીએ જાય છે ત્યારે અધિકારીઓ પહેલાં બિલ ભરી દો, પછી અરજી કરો તેવો જવાબ આપી રહ્યા છે. ઉપરાંત, મિલકત ધારકની પાણીની પાઇપલાઇન અડધાની હોવા છતાં એકની પાઇપલાઇન સાથે બિલ જોડી દેવાની ભૂલો પણ સામે આવી રહી છે. બિલ ચકાસ્યું ન હોત તો રૂપિયા ભરાઈ ગયા હોત!‎ પ્રફુલાબેનના જણાવ્યા મુજબ જો તેમણે બિલની વિગતો ઝીણવટપૂર્વક તપાસી ન હોત તો કનેક્શન વિના જ આ નાણાં ભરાઈ ગયા હોત. સમગ્ર સિસ્ટમની તપાસ થાય તો મોટું ભોપાળું બહાર આવી શકે તેમ છે. અજાણતા જનતા લૂંટાઈ રહી છે !‎ શહેરમાં મોટાભાગના સિનિયર સિટિઝન્સ કે ઓછું‎ભણેલા નાગરિકો બિલની અંદર આપેલાં હેડિંગ્સ‎ચકાસ્યા વિના જ કુલ રકમ જોઈને વેરો ભરી દેતા હોય‎છે. શહેરમાં એવા સેંકડો નાગરિકો હોઈ શકે છે જેમની‎પાસેથી મનપાએ કનેક્શન આપ્યા વગર જ રૂપિયાનો‎હવાઈ વેરો ઉઘરાવી લીધો હોવાની પૂરી શક્યતા છે.‎ તાકીદે તટસ્થ‎તપાસ અનિવાર્ય‎ તાકીદે તટસ્થ તપાસ અનિવાર્ય મનપાએ પોતાનું નવું પોર્ટલ બનાવ્યું છે જેમાં જે ટેકનીકલી ખામી સામે આવી છે જેમાં મહત્વનું જે ધારકોએ પાણી કનેક્શન જ લીધી નથી તેવા ધારકોને પાણી વેરો આવ્યો છે તો બીજી તરફ મિલકત નામ ટ્રાન્સ્ટફમાં અગાઉ ધારકે ફી ભરી દીધી છે અને પહોચ પણ છે તેવા ધારકોને જૂના માલિકના નામે બિલો આવ્યા છે અને આ બિલ ભરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે ટેક્નિકલ ખામીનો ભોગ નાગરિકો બની રહ્યા છે જેથી તંત્ર દ્વારા તાકીદે ટેક્નિકલ ભૂલ અંગે ફરીથી ચેકીંગ કરી ડેટા યોગ્ય રીતે ટેલી કરી ઉમેરવો અનિવાર્ય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઝિમ્બાબ્વેમાં હેલિકોપ્ટર ક્રેશ, જાણીતા બિઝનેસમેન સહિત 6નાં મોત:પત્ની પણ સવાર હતી, રાષ્ટ્રપતિના નજીકના ગણાતા ચિવાયો; દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં લાગી આગ
    Next Article
    ભાસ્કર એક્સક્લૂસિવ‎:યુનાઇટેડ વેમાં પ્રિન્ટેડ પાસ નહીં અપાય,પહેલીવાર OTPથી જનરેટેડ QR કોડ સ્કેન કરી પ્રવેશ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment