Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લૂસિવ‎:યુનાઇટેડ વેમાં પ્રિન્ટેડ પાસ નહીં અપાય,પહેલીવાર OTPથી જનરેટેડ QR કોડ સ્કેન કરી પ્રવેશ અપાશે

    8 hours ago

    નવરાત્રીનું કાઉન્ટ-ડાઉન કાલથી શરૂ થવાનું છે. શહેરના યુનાઇટેડ વે ગરબા મહોત્સવ, વીવીએન અને હેરિટેજ ગરબામાં આગામી 3 દિવસોમાં રજિસ્ટ્રેશન બંધ થવાના આરે છે. મોટાભાગના ગરબા ગ્રાઉન્ડ પર હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે યુનાઇટેડ વેના ગરબામાં પહેલીવાર ઇ-પાસથી ડિજિટલ એન્ટ્રી આપવામાં આવશે. ખેલૈયાઓને મોબાઇલ પર આવેલો ઓટીપી જનરેટેડ ક્યૂઆર કોડ સ્કેન કરાવ્યા બાદ પ્રવેશ મળશે. ગરબા ગ્રાઉન્ડ પર સ્ટાફ સ્કેનર સાથે હાજર રહેશે. મોબાઇલમાં ક્યૂઆર કોડ સ્કેન કરાવીને જ પ્રવેશ મેળવી શકાશે. યુનાઇટેડ વેના પ્રમુખ તારક શાહે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અતુલ પુરોહિત નવો ગરબો પ્રસ્તુત કરશે. યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં ક્ષમતા કરતાં વધુ રજિસ્ટ્રેશન થવાના આરે હોવાથી એકાદ દિવસમાં રજિસ્ટ્રેશન બંધ કરાશે. આ વર્ષે યુનાઇટેડ વે ગરબા મહોત્સવની ક્ષમતા 20 હજાર મહિલા અને 12,500 પુરુષ ખેલૈયાઓની છે. હેરિટેજ ગરબાનું રજિસ્ટ્રેશન પણ 2 દિવસમાં બંધ થશે, જ્યારે વીવીએનનું રજિસ્ટ્રેશન 10 ઓક્ટોબર પછી થઈ શકશે નહીં. યુનાઇટેડ વેના મેદાન પર ખેલૈયાઓ માટે મોબાઇલ હોવો અનિવાર્ય ગરબામાં પ્રવેશ માટે પાસની હાર્ડ કોપીની જરૂર નથી. આ વર્ષે પાસ પ્રિન્ટ કર્યા જ નથી. સરકાર ડિજિટલ ઇન્ડિયા પર ભાર મૂકે છે ત્યારે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. જે ખેલૈયા યુનાઇટેડના મેદાન પર આવે તેમની પાસે મોબાઇલ ફોન હોવો અનિવાર્ય હશે. - તારક શાહ, પ્રમુખ, યુનાઈટેડ વે યુનાઇટેડ વેના ગરબામાં આ પૂર્વ સાવચેતીઓ રાખવી પડશે
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:મનપાના નવા સોફ્ટવેરનું ટેક્નિકલી ભોપાળું : પાણી કનેક્શન લીધું નથી છતાં બિલમાં પાણી વેરો આવ્યો
    Next Article
    સફાઇ ઝુંબેશ:રાત્રીના ગંદકી કરતા વેપારીઓને દંડ, જ્યારે વીજ તંત્રને ફરી સુચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment