Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય પાઇલટે વિમાનને ક્રેશ થતા બચાવ્યું:છરીથી હુમલો કરી રહેલા કો-પાઇલટ સામે લડ્યો, ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાઇટનું સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ

    1 week ago

    દુબઈથી ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાઇટને હાઇજેક કરી ક્રેશ કરાવવાનો પ્રયાસ થયો. કો-પાઇલટે સાથી પાઇલટ પર ચાકુથી હુમલો કર્યો અને વિમાનનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો. PTIએ ઇઝરાયલી મીડિયાને ટાંકીને જણાવ્યું કે ભારતીય પાઇલટે હુમલાખોર કો-પાઇલટને રોકવાનો પ્રયાસ કર્યો અને વિમાનને ક્રેશ થતું બચાવ્યું. અન્ય સાથીઓ અને મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લેવાયો. હુમલાખોર ઓમાની નાગરિક હતો. સાઉદી અરેબિયાના તબૂક એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 માં બુધવારે બનેલી ઘટના દરમિયાન ઘાયલ થયેલા કેપ્ટનની ઓળખ ભારતીય નાગરિક સ્મિત મચ્છાર તરીકે થઈ છે, તેમ સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું. મૂળ ગુજરાતી એવા મચ્છાર જૂન 2022 માં ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન તરીકે ફ્લાયદુબઈમાં જોડાયા હતા. તે પહેલાં તેમણે જૂન 2011 થી 2022 સુધી લગભગ 11 વર્ષ સ્પાઇસજેટ સાથે કામ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બોઇંગ 737 ફ્લીટ સ્પેશિયલિસ્ટ છે અને તેમણે અન્ય પાઇલટ્સને માર્ગદર્શન પણ આપ્યું છે. મચ્છાર વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી ધરાવે છે. પાઇલોટ્સ વચ્ચે થયેલી ઝપાઝપી અને અથડામણ બાદ ફ્લાયદુબઈના આ વિમાનને તબૂક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ બંને પાઇલટ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફ્લાય દુબઈની ફ્લાઇટમાં બુધવારે સવારે લગભગ 9 વાગ્યે આ ઘટના બની હતી. આ કારણે 1 મિનિટની અંદર વિમાન લગભગ 17 હજાર ફૂટ નીચે આવી ગયું. ત્યારબાદ વિમાનમાંથી હાઇજેકનો એલર્ટ મોકલવામાં આવ્યો. ઇઝરાઇલે તાત્કાલિક ફાઇટર જેટ્સ રવાના કર્યા. તેમની દેખરેખ હેઠળ ફ્લાઇટનો માર્ગ બદલવામાં આવ્યો અને તેને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ફ્લાઇટમાં લગભગ 180 મુસાફરો સવાર હતા, જેમાં આશરે 150 ઇઝરાયલી નાગરિકો હતા. વિમાનની અંદરની તસવીરો… 7 પોઇન્ટમાં જાણો વિમાનમાં શું-શું થયું 1. પહેલાં ઇમર્જન્સી, પછી હાઇજેકનું એલર્ટ વિમાને પહેલાં 7700 કોડ મોકલ્યો. તેનો અર્થ થાય છે કે વિમાનમાં કોઈ ઇમર્જન્સી છે. થોડી જ સેકન્ડ બાદ વિમાને 7500 કોડ મોકલ્યો. આ કોડ વિમાનમાં હાઇજેક માટેનો છે. 2. વિમાન 16,600 ફૂટ સુધી નીચે આવી ગયું ફ્લાઇટ રડાર મુજબ, વિમાન માત્ર બે મિનિટમાં 34 હજાર ફૂટથી ઘટીને 16,600 ફૂટની ઊંચાઈએ આવી ગયું. ત્યારબાદ વિમાને પોતાનો માર્ગ બદલ્યો અને સાઉદી અરબના તાબુક તરફ જવા લાગ્યું. સવારે લગભગ 10:50 વાગ્યે વિમાન ઉત્તર-પશ્ચિમ સઉદી અરેબિયા ઉપર માત્ર બે મિનિટમાં 17,400 ફૂટ નીચે આવી ગયું. તેની ઊંચાઈ 34,000 ફૂટથી ઘટીને લગભગ 16,600 ફૂટ રહી ગઈ. 3. કૉકપિટમાં પાઇલટ્સ વચ્ચે ઝઘડો થયો પ્રારંભિક માહિતી અનુસાર, વિમાનના કૉકપિટમાં પાઇલટ અને સહ-પાઇલટ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન વિમાનમાંથી ઇમરજન્સી સંકેતો મોકલવામાં આવ્યા હતા. જોકે, બંને વચ્ચે ઝઘડો કઈ બાબતે શરૂ થયો હતો, તેની માહિતી હજુ સામે આવી નથી. વાયરલ વીડિયોમાં મુસાફરોની ચીસો સંભળાઈ રહી છે 4. મુસાફરોએ કોકપિટમાં ઘૂસીને હુમલાખોરને રોક્યો ઇઝરાયલી મીડિયા રિપોર્ટ્સમાં પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે ઝઘડો ત્યારે શરૂ થયો, જ્યારે એક પાઇલોટે વિમાનને જમીન તરફ વાળીને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે વિમાન નીચે પડવા લાગ્યું, ત્યારે આગળ બેઠેલા કેટલાક ઇઝરાયલી મુસાફરો કોકપિટ તરફ દોડ્યા. તેમણે હુમલાખોર પાઇલટ સાથે લડીને તેને કોકપિટમાંથી બહાર કાઢ્યો. મુસાફરના જણાવ્યા મુજબ, વિમાનમાં સાદા કપડાંમાં અન્ય બે પાઇલટ પણ હાજર હતા. તેમાંથી એક પાઇલોટે વિમાનનું નિયંત્રણ સંભાળી લીધું. 5. ઘાયલ પાઇલટનો જીવ બચાવવાનો પ્રયાસ મિરિયમ નામની એક મુસાફરે જણાવ્યું કે તેણે કોકપિટમાંથી ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો હતો. દરવાજો ખુલ્યો ત્યારે તેણે એક પાઇલટને ઘાયલ હાલતમાં જોયો. તેના હાથમાં ફોલ્ડિંગ છરી હતી અને ચારે તરફ લોહી પથરાયેલું હતું. એક મુસાફરના જણાવ્યા મુજબ, છરીના ઘાથી ઘાયલ પાઇલટની હાલત ગંભીર હતી. વિમાનમાં હાજર એક ઇઝરાયલી ડેન્ટિસ્ટે તેની સારવાર કરી અને તેનો જીવ બચાવવામાં મદદ કરી. 6. ઇઝરાયલે ફાઇટર જેટ મોકલ્યા, તાબુકમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હાઇજેકનું એલર્ટ મળ્યા બાદ ઇઝરાયલી એરફોર્સે ફાઇટર જેટ મોકલ્યા અને દેશનું સુરક્ષા એલર્ટ વધારી દેવામાં આવ્યું. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી. ત્યારબાદ ફ્લાઇટનો માર્ગ બદલીને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ઇઝરાયલે થોડા સમય માટે પોતાનું એર-સ્પેસ પણ બંધ કરી દીધું હતું. લેન્ડિંગ પછી મુસાફરો તાળી વગાડીને ઉજવણી કરતા જોવા મળ્યા… 7. ઇઝરાયલમાં મામલાની તપાસ શરૂ, આતંકવાદી હુમલાનો દાવો પણ જેરૂસલમ પોસ્ટ અનુસાર, ઇઝરાયલની સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને સંભવિત આતંકવાદી હુમલાના એંગલથી પણ જોઈ રહી છે. પ્રાથમિક તપાસમાં જે પાઇલટ પર હુમલો કરવાનો આરોપ છે, તે ઓમાનનો નાગરિક હોવાનું સામે આવ્યું છે. ઇઝરાયલમાં વડાપ્રધાન-રક્ષામંત્રીની ઇમરજન્સી વાતચીત હિબ્રૂ મીડિયા અનુસાર, વડાપ્રધાન અને રક્ષામંત્રીએ પણ મામલાને લઈને ઇમરજન્સી વાતચીત કરી. આ દરમિયાન વિમાનની સ્થિતિ અને તેમાં સવાર મુસાફરો અંગે માહિતી એકત્ર કરવામાં આવી. ઇઝરાયલી એરફોર્સના ફાઇટર જેટ પણ વિમાન તરફ મોકલવામાં આવ્યા હતા. ચેનલ 12 સાથે ઇઝરાયલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફ્લાયદુબઈની આ ફ્લાઇટમાં મોટી દુર્ઘટના થતાં બચી ગઈ. જો પાઇલટને સમયસર કાબૂમાં લેવામાં ન આવ્યો હોત, તો આ ઘટના 2001માં થયેલી અમેરિકાની 9/11 જેવી બની શકતી હતી. આવા કિસ્સા અગાઉ પણ સામે આવી ચૂક્યા છે 2022: જિનેવાથી પેરિસ જઈ રહેલી એર ફ્રાન્સની ફ્લાઇટમાં બે પાઇલટ કોકપિટમાં એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. બાદમાં બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2009: શારજાહથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પાઇલટો અને ક્રૂ સભ્યો વચ્ચે મારામારી થઈ હતી. મામલાની તપાસ કરવામાં આવી અને સંબંધિત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ---------------------------- આ સમાચાર પણ વાંચો… જિનપિંગના બોડીગાર્ડની ઓળખ ઉજાગર:વ્હાઇટ હાઉસની ગેસ્ટ લિસ્ટમાં નામ-પદ સામે આવ્યું, મોદી-જિનપિંગની બેઠકમાં પણ હાજર હતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઘણા વર્ષોથી એક અધિકારી વિદેશ પ્રવાસો અને મોટી બેઠકોમાં જોવા મળતો રહ્યો છે. તે ક્યારેક શીની પાછળ ઊભેલો જોવા મળ્યો તો ક્યારેક તેમની સાથે બેઠકમાં બેઠેલો નજરે પડ્યો. પરંતુ ચીને ક્યારેય જાહેરમાં જણાવ્યું નથી કે તે કોણ છે અને કઈ જવાબદારી સંભાળે છે. હવે તેની ઓળખ સામે આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    શુભમન ગિલે વન-ડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી:ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો, આ ફોર્મેટમાં ગિલે બીજીવાર ડબલ સેન્ચુરી ફટકારી
    Next Article
    દમણમાં બ્લાઇન્ડ મર્ડરનો ભેદ ઉકેલાયો:દારૂના ઝઘડામાં બારમાંથી નીકળી અકરમને પતાવી દીધો, 1000થી વધુ CCTV ફૂટેજ તપાસી 2 આરોપી ઝડપ્યા, એક ફરાર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment