Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શુભમન ગિલે વન-ડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી:ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો, આ ફોર્મેટમાં ગિલે બીજીવાર ડબલ સેન્ચુરી ફટકારી

    1 week ago

    ભારતીય કેપ્ટન શુભમન ગિલે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી દીધી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી મેચમાં તેણે માત્ર 117 બોલમાં આ પરાક્રમ કરી બતાવ્યું. ગિલે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2022માં બાંગ્લાદેશ સામે 126 બોલમાં ડબલ સેન્ચુરી લગાવી હતી. ગિલની આ વન-ડે કરિયરની બીજી બેવડી સદી પણ છે. આ પહેલા તેણે 2023માં ન્યૂઝીલેન્ડ સામે 149 બોલમાં 208 રન બનાવ્યા હતા. ગુવાહાટીમાં 406 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી ટીમ ઈન્ડિયાનો સ્કોર 40 ઓવરમાં 372/2 છે. ટીમ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. બુધવારે રોહિત શર્મા વન-ડેમાં 12 હજાર રન પૂરા કરનારો ત્રીજો ભારતીય બેટર બન્યો છે. તેના પહેલા સચિન તેંડુલકર અને વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિતે 72 બોલમાં પોતાની કારકિર્દીની 35મી સેન્ચુરી ફટકારી હતી. તે 101 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી 19 બોલમાં 29 રન બનાવીને પવેલિયન પરત ફર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ ટીમે વન-ડે ક્રિકેટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. ગુવાહાટી ખાતે ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાને 405 રન બનાવ્યા હતા. આ પહેલાં ટીમનો સર્વોચ્ચ સ્કોર 389 રન હતો, જે તેમણે 2019માં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી જ્હોન કેમ્પબેલ (101), શાઈ હોપ (104) અને આમીર જંગુ (114)એ શાનદાર સદીઓ ફટકારી હતી. ભારત માટે કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને ગરનૂર બરારે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાને 1 વિકેટ મળી હતી. આ મેચ દરમિયાન કુલદીપ યાદવે વન-ડેમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી લીધી છે અને આ સિદ્ધિ મેળવનાર તે 9મો ભારતીય બોલર બન્યો છે. બન્ને ટીમની પ્લેઇંગ-11: ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગરનૂર બરાર અને પ્રસિદ્ધ ક્રિષ્ના. વેસ્ટ ઇન્ડીઝ (WI): જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), આમીર જાંગુ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, અલ્ઝારી જોસેફ, શમાર જોસેફ, જેયડન સીલ્સ અને વિટેલ લૉઝ.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં શેરબજારમાં રોકાણના નામે 86.25 લાખની છેતરપિંડી:ત્રણ આરોપીઓની ધરપકડ, SPની હાજરીમાં 61 લાખ મૂળ માલિકને સોંપાયા
    Next Article
    ભારતીય પાઇલટે વિમાનને ક્રેશ થતા બચાવ્યું:છરીથી હુમલો કરી રહેલા કો-પાઇલટ સામે લડ્યો, ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાઇટનું સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment