Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં શેરબજારમાં રોકાણના નામે 86.25 લાખની છેતરપિંડી:ત્રણ આરોપીઓની ધરપકડ, SPની હાજરીમાં 61 લાખ મૂળ માલિકને સોંપાયા

    1 week ago

    મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો અપાવવાની ખોટી સ્કીમ બતાવી રૂ.86.25 લાખની રકમ ટ્રાન્સફર કરાવી ફ્રોડ કરવામાં આવ્યો હતો. આ મામલે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.61 લાખ રોકડા રિકવર કર્યા હતા. હવે કોર્ટના હુકમ બાદ આ રકમ ફરિયાદીને પરત કરવામાં આવી છે. શેરબજારમાં રોકાણની ખોટી સ્કીમ બતાવી રૂ.86.25 લાખ પડાવ્યા મોરબીની ઉમા ટાઉનશિપમાં આવેલા ગુંજન હોમ્સમાં રહેતા 45 વર્ષીય ભરતભાઈ ખીમજીભાઈ વરમોરાએ મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં રોહિતકુમાર, લલિતભાઈ, સાગર પટેલ અને નચિકેતભાઈ બળદેવભાઈ રબારી નામના ચાર શખ્સો વિરુદ્ધ ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ ફરિયાદીના દીકરાને સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાની ખોટી સ્કીમો બતાવી વધુ નફાની લાલચ આપી હતી. ત્યારબાદ તેની પાસેથી અલગ-અલગ રીતે કુલ રૂ.86.25 લાખની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી. ત્રણ આરોપીઓ ઝડપાયા, રૂ.61 લાખ રોકડા રિકવર ફરિયાદના આધારે મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ફ્રોડની રકમ પૈકી રૂ.61 લાખ રોકડા રિકવર કર્યા હતા. ત્યારબાદ આ રકમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એસપીની હાજરીમાં ફરિયાદીને રકમ પરત અપાઈ કોર્ટના હુકમ બાદ આજે રૂ.61 લાખની રિકવર કરાયેલી રકમ મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. મોરબી એસપી કચેરી ખાતે એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી વિરલ દલવાડી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. વ્યાસની હાજરીમાં ફરિયાદીને આ રકમ સોંપવામાં આવી હતી. આમ, સાયબર ક્રાઈમ પોલીસે ફ્રોડની રકમમાંથી રિકવર કરેલી રૂ.61 લાખની રકમ કોર્ટના આદેશ અનુસાર ફરિયાદીને પરત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગર્લફ્રેન્‍ડ સાથે બ્રેકઅપ થતાં નેપાળી યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ:શાળાએ જવાનું કહી નીકળેલો 17 વર્ષીય સગીર લાપતા બન્યો, પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી
    Next Article
    શુભમન ગિલે વન-ડેમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી:ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો, આ ફોર્મેટમાં ગિલે બીજીવાર ડબલ સેન્ચુરી ફટકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment