Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની તૈયારી માટે કલેક્ટરની સમીક્ષા બેઠક:17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી જિલ્લાભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે

    6 hours ago

    પંચમહાલ જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2026 દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવનાર છે. આ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ સેવાકીય, સાંસ્કૃતિક અને જનજાગૃતિના કાર્યક્રમોની પૂર્વતૈયારીના ભાગરૂપે ગોધરા ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાનારા આ અભિયાનના સચોટ અમલીકરણ અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા કરાઈ હતી. ‘આશીર્વાદનો દીવડો’ અને વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન અભિયાનના ભાગરૂપે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત દરેક બૂથ પર પરિવારો દીપ પ્રગટાવી વડાપ્રધાનના 25 વર્ષના જનસેવા કાર્ય પ્રત્યે આભાર વ્યક્ત કરશે તેમજ ‘વિકસિત ભારત 2047’નો સંકલ્પ લેશે. આ ઉપરાંત શાળાઓમાં ‘25 કરોડ બાળકોના સપનાનું ભારત’ થીમ પર ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાશે. ગામડાં અને શહેરોમાં ‘નમો સેવા ગાથા’ હેઠળ શેરી નાટકો દ્વારા સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવશે. પોષણ, જનસંપર્ક અને જનભાગીદારી પર વિશેષ ભાર આગામી 25 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં ‘આંગણાનો ઉત્સવ’ ઉજવાશે, જેમાં પોષણ, આરોગ્ય અને મહિલા લક્ષી યોજનાઓ વિશે માહિતી અપાશે. સરકારી યોજનાઓથી નાગરિકોના જીવનમાં આવેલા સુખદ બદલાવની વાર્તાઓ ‘વાર્તા પરિવર્તનની’ શ્રેણી હેઠળ ટૂંકી વીડિયો વાર્તાઓ દ્વારા રજૂ કરાશે. સાથોસાથ ‘સેવા મારો યોગદાન’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને નક્કી કરાયેલા 25 સેવાકાર્યોમાંથી કોઈ એક પસંદ કરી સમાજસેવામાં સહભાગી બનવા આહ્વાન કરાયું છે. તમામ વિભાગોને સુચારૂ સંકલન માટે કલેક્ટરની સૂચના બેઠકના અંતે કલેક્ટર અજય દહિયાએ જિલ્લાના તમામ સરકારી વિભાગોને સાથે મળીને કામ કરવા અને ‘સેવા, સમર્પણ અને જનભાગીદારી’ના આ અભિયાનને સફળ બનાવવાની અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કૃષ્ણનગરમાં જાહેરમાં દબંગાઈ ભર્યું હોમગાર્ડના સગીર પુત્રનું બર્થડે સેલિબ્રેશન:બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની કારો સાથે કેક કાપી ફટાકડા ફોડાયા
    Next Article
    ​રાજકોટમાં આપઘાતના બે બનાવ:સોફ્ટવેર એન્જીનીયરે આર્થિક ભીંસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ અને આધેડે દારૂની કુટેવથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment