Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કૃષ્ણનગરમાં જાહેરમાં દબંગાઈ ભર્યું હોમગાર્ડના સગીર પુત્રનું બર્થડે સેલિબ્રેશન:બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની કારો સાથે કેક કાપી ફટાકડા ફોડાયા

    7 hours ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની ખુલ્લી જગ્યામાં જન્મદિવસની ઉજવણીના નામે જાહેર માર્ગ પર ગુંડાગર્દી અને દબંગાઈ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. મેવાડા પાર્ટી પ્લોટ સામે નિકોલમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનના સગીર પુત્રની બર્થડે પાર્ટી યોજાઈ હોવાનું બહાર આવ્યું છે. આ ઉજવણીમાં કાયદાના લીરેલીરા ઉડાડી બ્લેક કાચ અને નંબર પ્લેટ વિનાની લક્ઝુરિયસ ગાડીઓ ખડકી દેવામાં આવી હતી. દબંગાઈનો આ વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચતાં જ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે. ટેબલ પર કેકની હારમાળા અને જાહેરમાં આતશબાજી વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જાહેર શોપિંગ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં યુવાનોનું ટોળું એકઠું થયું હતું. લાંબા ટેબલ પર એક પછી એક અનેક કેક ગોઠવીને તલવાર કે છરી જેવી વસ્તુઓથી કેક કાપવાના તેમજ રસ્તા વચ્ચે મોટા અવાજે ફટાકડા ફોડી ભયનો માહોલ ઊભો કરવાના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. મોડી રાત્રે જાહેર જગ્યા પર આ પ્રકારે અનધિકૃત રીતે જમાવડો કરીને ટ્રાફિક વ્યવસ્થાને અડચણ પહોંચાડવામાં આવી હતી, જેના કારણે આસપાસના સ્થાનિક નાગરિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. RTO નિયમ વિરુદ્ધના વાહનોની ઓળખ શરૂ યુવાનોએ રોફ જમાવવા માટે ઉપયોગમાં લીધેલી ગાડીઓમાં આરટીઓ નિયમોનો ખુલ્લેઆમ ભંગ જોવા મળ્યો હતો. કારના કાચ સંપૂર્ણ કાળા કરી દેવાયા હતા અને ઓળખ છુપાવવા માટે નંબર પ્લેટો પણ હટાવી દેવામાં આવી હતી. કાયદાનું પાલન કરાવતી એજન્સીના જ સભ્યના પુત્ર દ્વારા આ પ્રકારે નિયમો નેવે મૂકીને રોડ પર ભય ફેલાવવાનો પ્રયાસ કરાતાં સ્થાનિકોમાં પોલીસની છબી ખરડાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ તેજ કરી આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કૃષ્ણનગર પોલીસ મથકની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે વાયરલ ક્લિપને કબ્જે લઈ તેમાં દેખાતા તમામ યુવાનો અને નંબર પ્લેટ વગરના વાહનોની ઓળખ કરવા માટે સાયબર અને સ્થાનિક નેટવર્કની મદદ લીધી છે. હોમગાર્ડ જવાનના પુત્ર અને ઉજવણીમાં સામેલ અન્ય અસામાજિક તત્વો સામે જાહેર માર્ગ પર જોખમ ઊભું કરવા તેમજ એમ.વી. એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    એસ.ટી. વિભાગને ભાદરવી અમાસનો મેળો ફળ્યો:કોળિયાક ભાદરવી અમાસના મેળામાં એસ.ટી. ને એક્સ્ટ્રા બસોમાં સંચાલન થકી 5.84 લાખની આવક
    Next Article
    પંચમહાલમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ની તૈયારી માટે કલેક્ટરની સમીક્ષા બેઠક:17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી જિલ્લાભરમાં વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment