Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ.ટી. વિભાગને ભાદરવી અમાસનો મેળો ફળ્યો:કોળિયાક ભાદરવી અમાસના મેળામાં એસ.ટી. ને એક્સ્ટ્રા બસોમાં સંચાલન થકી 5.84 લાખની આવક

    7 hours ago

    ભાવનગર જિલ્લાના દરિયાકિનારે આવેલા અતિ પ્રાચીન અને પાંડવ સ્થાપિત પવિત્ર તીર્થધામ નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે ભાદરવી અમાસના પવિત્ર દિવસે લાખો શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન અને દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ ધાર્મિક મહોત્સવ નિમિત્તે દૂર-દૂરથી આવતા યાત્રાળુઓની સુવિધા માટે ભાવનગર એસ.ટી. ડિવિઝન દ્વારા હાથ ધરાયેલું સ્પેશિયલ બસ સંચાલન અત્યંત સફળ પુરવાર થયું છે. વિભાગીય નિયામકના નેતૃત્વમાં દોડાવવામાં આવેલી વધારાની બસોમાં હજારો શ્રદ્ધાળુઓએ નિર્વિઘ્ન સફર કરી હતી, જેના થકી એસ.ટી. નિગમને ₹5.84 લાખની માતબર આવક થઈ છે. વિભાગીય નિયામક આર.ડી. પિલવાઇકરનું આગોતરું પ્લાનિંગ શ્રદ્ધાળુઓને ભાવનગર શહેરથી કોળિયાક પહોંચવામાં કોઈ અગવડ ન પડે તે માટે વિભાગીય નિયામક આર.ડી. પિલવાઇકર અને તેમની સમર્પિત ટીમ દ્વારા વિસ્તૃત માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. મુસાફરોની સુવિધા માટે મુખ્ય ભાવનગર સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપરાંત શિવાજી સર્કલ અને પીપળીયા પુલ સહિતના વ્યૂહાત્મક સ્થળો પર વિશેષ પિક-અપ પોઇન્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા. આ તમામ કેન્દ્રો પરથી સતત એક્સ્ટ્રા બસોનું સુચારુ સંચાલન કરી યાત્રાળુઓને સીધા નિષ્કલંક મહાદેવ પહોંચાડવામાં આવ્યા હતા. 541 ટ્રીપ અને 7,584 કિલોમીટરનું સંચાલન એસ.ટી. વિભાગના સત્તાવાર આંકડા અનુસાર, આ ધાર્મિક મેળા દરમિયાન એક્સ્ટ્રા બસો દ્વારા કુલ 541 ટ્રીપો પૂર્ણ કરવામાં આવી હતી. સમગ્ર સંચાલન દરમિયાન બસોએ કુલ 7,584 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, જેમાં 18,135 જેટલા મુસાફરોએ સુરક્ષિત મુસાફરીનો લાભ લીધો હતો. આ સફળ સંચાલનથી નિગમને કુલ ₹5,84,000 ની જંગી આવક પ્રાપ્ત થઈ હતી, જેની એવરેજ પ્રતિ કિલોમીટર આવક ₹77 જેવી પ્રશંસનીય સ્તરે પહોંચી હતી. ઝીરો બ્રેકડાઉન અને કોઈ અનિચ્છનીય બનાવ વગર સંચાલન સુપેરે સંપન્ન ભાવનગર એસ.ટી. તંત્રના શિસ્તબદ્ધ અને આગોતરા આયોજનના કારણે હજારો મુસાફરોની ભારે ભીડ વચ્ચે પણ સમગ્ર બસ વ્યવહાર સરળતાથી ચાલ્યો હતો. આટલા મોટા પાયે કરાયેલા ઓપરેશન દરમિયાન કોઈપણ પ્રકારનો અકસ્માત, અનિચ્છનીય ઇન્સિડેન્ટ કે એસ.ટી. બસનું બ્રેકડાઉન નોંધાયું નહોતું. સુરક્ષિત અને સમયબદ્ધ મુસાફરી પૂરી પાડીને એસ.ટી. પ્રશાસને એક તરફ યાત્રાળુઓની સરાહના મેળવી તો બીજી તરફ નિગમની તિજોરીમાં પણ સારો એવો આર્થિક વધારો નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોદી-જિનપિંગ બોલ્યા, 'મતભેદ વિવાદમાં ન બદલાય':પરસ્પર સંબંધો લાંબા ચાલે; ગલવાન અથડામણ પછી ચીનથી આયાત બમણી થઈ
    Next Article
    કૃષ્ણનગરમાં જાહેરમાં દબંગાઈ ભર્યું હોમગાર્ડના સગીર પુત્રનું બર્થડે સેલિબ્રેશન:બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની કારો સાથે કેક કાપી ફટાકડા ફોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment