Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનો અભિવાદન સમારોહ:વઢવાણ ભાજપ દ્વારા સી.યુ. શાહ મેડિકલ હોલમાં યોજાયો, નવી રાષ્ટ્રીય જવાબદારી માટે શુભેચ્છાઓ અપાઈ

    6 hours ago

    ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનું વઢવાણ વિધાનસભા ભાજપ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. આ સમારોહ વઢવાણ જી.આઈ.ડી.સી. સ્થિત સી.યુ. શાહ મેડિકલ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ 30 સપ્ટેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોએ વર્ષાબેન દોશીનું પુષ્પગુચ્છ અને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. તેમને નવી રાષ્ટ્રીય જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વર્ષાબેનને રાષ્ટ્રીય સ્તરે મહત્વની જવાબદારી મળતા સ્થાનિક ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા એકતાનો સંદેશ આપવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની કોલેજિયન ગર્લ પર મુંબઈમાં દુષ્કર્મ:બે મિત્રોએ પાર્ટી કરવા હોટલ બોલાવી કેફી પીણું પીવડાવી રેપ કર્યો, વાપીની હોસ્પિટલમાં મૂકી નાસી છૂટ્યા
    Next Article
    સુરત-ઉદેપુર વચ્ચે 2 ઓકટોબરથી વંદેભારત ટ્રેન શરૂ થશે:અઠવાડીયામાં 6 દિવસ દોડશે, નિર્ધારીત સ્ટેશનો પર ઉભી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment