Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-ઉદેપુર વચ્ચે 2 ઓકટોબરથી વંદેભારત ટ્રેન શરૂ થશે:અઠવાડીયામાં 6 દિવસ દોડશે, નિર્ધારીત સ્ટેશનો પર ઉભી રહેશે

    6 hours ago

    પશ્ચિમ રેલ્વેએ સુરતથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 2 ઓક્ટોબરે (ગાંધી જયંતિ) તેનું ઉદ્ઘાટન થશે અને 4 ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ થશે. અગાઉ આ ટ્રેન અમદાવાદના અસારવાથી હિંમતનગર થઈ ઉદેપુર સુધી દોડતી હતી. ભરૂચ, સુરત અને વડોદરા સહિતના વિસ્તારોમાંથી મળેલી રજૂઆતો અને મુસાફરોની માંગણીથી ટ્રેનને સુરત સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને દર મંગળવારે બંધ રહેશે. તેના સ્ટોપેજમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર (અમદાવાદ), અસારવા, હિંમતનગર, શામળાજી, ડુંગરપુર અને જાવરનો સમાવેશ થાય છે. ટ્રેન સુરતથી સાંજે 6.10 કલાકે ઉપડશે. ઉદેપુર વંદેભારતનો નંબર 26904 અને સુરતથી ઉપડનારી ટ્રેનનો નંબર 26903 રહેશે. આજે ન્યૂ મોડાસા–શામળાજી રોડ વચ્ચે 17.27 કિમીના રેલવે વિભાગમાં એન્જિન રન સફળ અરવલ્લી જિલ્લાના ન્યૂ મોડાસા સ્ટેશનથી શામળાજી રોડ સ્ટેશન વચ્ચેના નવા રેલવે વિભાગમાં એન્જિન રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. તા. 30 સપ્ટેમ્બર 2026ના રોજ ન્યૂ મોડાસા સ્ટેશન (ચેઇનેજ 9.325)થી શામળાજી રોડ સ્ટેશન (ચેઇનેજ 26.595) સુધી એન્જિન દોડાવવામાં આવ્યું હતું. 17.27 કિલોમીટર લાંબા આ વિભાગમાં વિવિધ મહત્વપૂર્ણ માળખાકીય કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 4 મેજર બ્રિજ, 19 માઇનોર બ્રિજ, 12 LHS/RUB, 2 લેવલ ક્રોસિંગ અને 8 ગોળાઈઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશરે 8 લાખ ઘનમીટર અર્થવર્ક અને 60,500 ઘનમીટર બ્લેન્કેટિંગનું કામ કરવામાં આવ્યું છે. એન્જિન રન દરમિયાન નાયબ મુખ્ય ઇજનેર/કન્સ્ટ્રક્શન/અમદાવાદ પ્રશાંતસિંહ, આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ ઇજનેર/કન્સ્ટ્રક્શન/અમદાવાદ શૈલેશ ચૌહાણ સહિત રેલવેના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એન્જિન રન સફળતાપૂર્વક પૂર્ણ થતાં ન્યૂ મોડાસા–શામળાજી રોડ વિભાગના કમિશનિંગ તરફનું વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થયું છે. વિભાગની બાકી કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે
    Click here to Read More
    Previous Article
    ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનો અભિવાદન સમારોહ:વઢવાણ ભાજપ દ્વારા સી.યુ. શાહ મેડિકલ હોલમાં યોજાયો, નવી રાષ્ટ્રીય જવાબદારી માટે શુભેચ્છાઓ અપાઈ
    Next Article
    108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર પર હુમલો:દર્દીને બચાવવા પહોંચેલા ડ્રાઇવરને દંડા વડે મારી રિક્ષાચાલક ભાગ્યો, ફિલ્મી ઢબે પીછો કરી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment