Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર-બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં બે મહિલાઓના મોત:મહીસાગરના કડાણા પાસે કેળામૂળ નજીક અકસ્માત;108 દ્વારા ઈજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા

    6 hours ago

    મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ કેળામૂળ નજીક રીંગળિયા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર ઘટનામાં બાઈક પર સવાર 2 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો તેમજ 108 ની ટીમ તાત્કાલિક મદદે દોડી આવી હતી. બનાવ અંગે કડાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના કારણો જાણવા કાયદેસરની તપાસ હાથ ધરી છે. કાર અને બાઈકની જોરદાર ટક્કર મહીસાગરના કડાણા તાલુકામાં કેળામૂળ ગામ નજીક રીંગળિયા ગામ પાસે કાર અને બાઈક સામસામે અથડાયા હતા. આ ભયાનક ટક્કરમાં બાઈક પર જઈ રહેલી 2 મહિલાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને મહિલાઓએ ઈજાઓના કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર કાર્યવાહી ઘટના બની તે સમયે ધમાકાનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ત્વરિત કંટ્રોલ રૂમમાં ફોન કરીને 108 એમ્બ્યુલન્સ સેવાને બનાવ અંગે માહિતગાર કરી હતી. 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસ અકસ્માતના પગલે રસ્તા પર લોકોના મોટા ટોળા એકઠા થઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. બનાવની માહિતી મળતાં જ પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી મૃતકોની ઓળખ મેળવવા તથા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં હવે ગમે ત્યારે ભુવા પડવાની સ્થિતિ બંધ થશે!:3200 કરોડના 25થી 50 વર્ષ જૂની 69 ડ્રેનેજ-ટ્રંક લાઇનોનું રિહેબિલિટેશન
    Next Article
    પત્ની, સાસુ-સસરા અને સાળા સામે ફરિયાદ દાખલ:'તું મારી સગાઈ કેમ થવા દેતો નથી?' કહીં જમાઈ અશોક ઉપર સાળા સહિતના સાસરિયાઓનો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment