Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં જળબંબાકાર:ભારે વરસાદથી સાંતલપુરમાં જનજીવન ઠપ્પ;પરચુંદ ગામ બેટમાં ફેરવાયું, કોઝવે પર ટ્રક પલટી અને રસ્તાઓ ગરકાવ

    1 day ago

    પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાયો છે. સાંતલપુર તાલુકામાં 15.5 ઇંચ અને પાડોશી રાધનપુર તાલુકામાં 13.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સાંતલપુર તાલુકાના પરસુંદ ગામમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક રહીશોને પોતાની કિંમતી ઘરવખરી બચાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગામના મુખ્ય માર્ગો તેમજ સંપર્ક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે સર્જાયેલી આ સ્થિતિથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં વરસાદી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. સાંતલપુર તાલુકા ના વારાહીના ગઢા ગામે પૂર જેવી ગંભીર સ્થિતિ, સ્થળાંતરની જરૂરિયાત ઊભી થઈ અનેક અબોલ પશુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે
    Click here to Read More
    Previous Article
    108 ટીમે વરસાદમાં રસ્તા પર પ્રસૂતિ કરાવી:લાલપુરના ગલા ગામમાં સગર્ભાની સુરક્ષિત ડિલિવરી
    Next Article
    'Are You Trolling Me?': Sobhita Reacts To Naga Chaitanya's LOL Take On Her Cooking Skills

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment