Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી હોસ્ટેલ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટે કહ્યું-હાઈકોર્ટ જ સુનાવણી કરે:અમે વર્તમાન સ્થિતિ બદલવા માંગતા નથી; બિલ્ડિંગ ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા હતા

    2 days ago

    સુપ્રીમ કોર્ટે દિલ્હીના સત્ય નિકેતનમાં PG દુર્ઘટનામાં આજે સુનાવણી કરી. કોર્ટે આ મામલાને હાઈકોર્ટમાં રાખવાનો નિર્ણય લીધો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કહ્યું કે અમે વર્તમાન સ્થિતિને બદલવા માંગતા નથી. આ પહેલા કોર્ટે 8 સપ્ટેમ્બરે કહ્યું હતું કે આ મામલો ફક્ત દિલ્હી સુધી સીમિત નહીં રહે, પરંતુ દેશભરમાં જર્જરિત-ગેરકાયદેસર ઇમારતોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. 7 સપ્ટેમ્બરે દિલ્હી હાઈકોર્ટે પણ આ મામલે સુનાવણી કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે - દુર્ઘટના માટે દિલ્હી નગર નિગમ અને દિલ્હી યુનિવર્સિટી બંને જવાબદાર છે. સત્ય નિકેતનમાં 6 સપ્ટેમ્બરે પાંચ માળની PG બિલ્ડિંગ ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા હતા. આ મામલે બુધવાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. MCD અને સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો 7 સપ્ટેમ્બરે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે MCD, દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર, NHRC અને દિલ્હી યુનિવર્સિટી પાસેથી 10 દિવસમાં જવાબ માંગ્યો હતો. આ પછી બુધવારે સીએમએ MCDને ગેરકાયદેસર PG હોસ્ટેલોની તપાસ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. MCDએ PG બિલ્ડિંગની નજીકની ઇમારતોને તોડી પાડવાનું શરૂ કરી દીધું છે. આ ઇમારતોમાં ગર્લ્સ PG હતું. છોકરીઓ PG ખાલી કરીને બીજી જગ્યાએ શિફ્ટ થઈ રહી છે. PG માલિક, સંચાલક અને લેબર કોન્ટ્રાક્ટરની ધરપકડ દિલ્હી પોલીસે PG દુર્ઘટનામાં બુધવારે સુધાંશુ નામના યુવકની ધરપકડ કરી છે. તે બિલ્ડિંગમાં હોસ્ટેલ ડેઝ નામથી PG ચલાવી રહ્યો હતો. તેનો પાર્ટનર શુભમ ત્યાગી ફરાર છે. બંનેએ ઓગસ્ટ 2025માં બિલ્ડિંગ લીઝ પર લીધી હતી. આ પહેલા બિલ્ડિંગ માલિક હરિરામ બંસલ, તેમની પત્ની ઉર્મિલા, પુત્ર મહેશ અને લેબર કોન્ટ્રાક્ટર સનોજની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે રાત્રે હરિરામ બંસલ, તેમની પત્ની ઉર્મિલા અને પુત્ર મહેશને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જસ્ટિસ ભવ્ય ખરાલે હરિરામ અને ઉર્મિલાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા, જ્યારે મહેશને 2 દિવસની પોલીસ કસ્ટડી મળી. પોલીસ રિમાન્ડ દરમિયાન મહેશે જણાવ્યું કે પીજી ચલાવતી કંપનીની ફરિયાદ પર બેઝમેન્ટમાં ભરાયેલા પાણી અને ભેજની સમસ્યા દૂર કરવા માટે રિપેરિંગ કરવામાં આવી રહ્યું હતું. બેઝમેન્ટમાંથી પાણી કાઢ્યા પછી નિર્માણ કાર્ય દરમિયાન પાવર ટ્રોવેલ મશીન પણ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસને આશંકા છે કે મશીનથી ઉત્પન્ન થયેલું કંપન અને પહેલેથી જ નબળા માળખાને કારણે બિલ્ડિંગ ધસી પડી. કોન્ટ્રાક્ટરે કહ્યું- 10 દિવસ પહેલા સમારકાર શરુ કર્યુ હતું પૂછપરછમાં કોન્ટ્રાક્ટર સનોજે જણાવ્યું કે મહેશ ગુપ્તાએ તેને 10 દિવસ પહેલા રેનોવેશન માટે લગાવ્યો હતો. તેને દરરોજ 2800 રૂપિયા મળતા હતા. કામ બેઝમેન્ટને ગ્રાઉન્ડ ફ્લોરના બરાબર લેવલ કરવાનું હતું, જેના માટે બેઝમેન્ટમાં લગભગ 3 ટ્રક કાટમાળ ભરવામાં આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનની જગ્યામાં એક દીવાલ અવરોધ બની રહી હતી. અકસ્માતના દિવસે જગ્યા બનાવવા માટે તે દીવાલને હટાવી દેવામાં આવી. દીવાલ હટાવતા જ નબળી ઇમારત લોડ સહન ન કરી શકી અને ધરાશાયી થઈ ગઈ. સત્ય નિકેતનમાંથી PG ખાલી કરી રહેલા વિદ્યાર્થીઓ MCDના સાઉથ ઝોનના 5 અધિકારીઓ સસ્પેન્ડ સત્ય નિકેતન દુર્ઘટના બાદ MCDએ સાઉથ ઝોનના ડેપ્યુટી કમિશનર રાકેશ કુમારને સોમવારે સસ્પેન્ડ કર્યા. તેમની સાથે ચાર એન્જિનિયરિંગ અધિકારીઓને પણ વિભાગીય કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પછી IAS અધિકારી શાશ્વત સૌરભને MCDના સાઉથ ઝોનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 2016 બેચના AGMUT કેડરના IAS અધિકારી સૌરભ હાલમાં સાઉથ વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર છે.
    Click here to Read More
    Previous Article
    ઈસ્ટ ઝોન ત્રીજી વખત દુલીપ ટ્રોફી ચેમ્પિયન:સાઉથ ઝોન સામે ફાઇનલ ડ્રો રહ્યો, કેપ્ટન ઈશાન કિશનની બેવડી સદી
    Next Article
    ગૌચર જમીનમાં સ્ટોક પાઇલિંગની ફરિયાદ બાદ તંત્ર હરકતમાં:કોટડા-જડોદરમાં SDMએ સ્થળ તપાસ કરી, પાવર ગ્રિડને નિયમ પાલનની તાકીદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment