Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયનગર પોલીસે ગાંજાનું વાવેતર ઝડપ્યું:1.511 કિલો ગાંજા સાથે એક આરોપી પકડાયો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસે વદરી ગામમાંથી 1.511 કિલોગ્રામ લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે ₹15,550 આંકવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિજયનગર પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વદરી ગામના સોમાભાઈ બેચરભાઈ હડાત પોતાના રહેણાંક ઘરની આગળના ભાગમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વદરી (નેલાઉ) ગામે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, સોમાભાઈના ઘરની આગળની જગ્યામાંથી કુલ ચાર નંગ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સોમાભાઈ બેચરભાઈ હડાત (ઉંમર 54, ખેડૂત, રહે. વદરી, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા)ની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રામોસણા ચોકડી પાસે ટ્રકે બાઈક અને બે કારને ટક્કર મારી:બાઈક ચાલકને ઈજા, બેફામ સ્પીડમાં આવેલા ટ્રકે અકસ્માત સર્જતાં વાહનોને નુકસાન
    Next Article
    પાલડીમાં ફાયરમેનની હિંમતભેર બચાવ કામગીરી:ફાયરમેને દોરડાથી લટકી 7મા માળમાં ઘૂસી યુવકને આપઘાત કરતા બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment