Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામોસણા ચોકડી પાસે ટ્રકે બાઈક અને બે કારને ટક્કર મારી:બાઈક ચાલકને ઈજા, બેફામ સ્પીડમાં આવેલા ટ્રકે અકસ્માત સર્જતાં વાહનોને નુકસાન

    1 day ago

    મહેસાણા શહેરના રામોસણા ચોકડી નજીક હેરીટેજ હોટલ સામે 24 જૂને રાત્રિના સમયે બેફામ સ્પીડમાં ટ્રક ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરીને બાઇક અને બે લક્ઝરી કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું. જો કે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના અંગે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રામોસણા બ્રિજ પરથી ટ્રક ચાલક બેફામ સ્પીડમાં આવ્યો દેસાઈ નગર વિસ્તારમાં રહેતા અને ગાડીઓના પેઇન્ટિંગનું કામ કરતા મહમદ માજીદખાન પઠાણ 24 જૂને રાત્રે 10:15 વાગ્યાની આસપાસ પોતાના ઘરે આવેલા મહેમાનોને અજમેર જવા માટે લક્ઝરી બસમાં બેસાડવા પોતાની અર્ટીગા ગાડી લઈને હેરીટેજ હોટલ સામે આવ્યા હતા. મહેમાનોને બસમાં બેસાડીને જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન રાત્રિના આશરે 10:30 વાગ્યાની આસપાસ મહેસાણાથી ઊંઝા હાઈવે તરફ જતા રામોસણા બ્રિજ પરથી એક અજાણ્યો ટ્રક ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે આવ્યો હતો. બાઈક અને બે કારને ટક્કર મારી આ બેફામ ટ્રકે સૌપ્રથમ એક મોટરસાઇકલને ટક્કર મારીને તેના ચાલકને નીચે પાડી દઈ ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ટ્રકે ત્યાં પાર્ક કરેલી અર્ટીગા ગાડીને સામેથી જોરદાર ટક્કર મારી હતી અને ગાડીને ઘસડીને બાજુમાં ઊભેલી અન્ય એક વોલ્વો કંપનીની લક્ઝરી કાર સાથે અથડાવી દીધી હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે અર્ટીગા ગાડી ઘસડાઈને બાજુની દીવાલ સાથે ભટકાઈ હતી. બાઈક ચાલક ઈજાગ્રસ્ત, બે કારને નુકસાન આ ત્રિપલ અકસ્માતમાં અર્ટીગા ગાડી તેમજ વોલ્વો કાર બંનેને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે ગાડીના ચાલકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહન દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ટ્રક ડ્રાયવરને હોસ્પિટલ ખસેડાયો અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને એકઠા થયેલા લોકોએ ટ્રક ડ્રાઇવર સાથે ઝપાઝપી કરી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરને પણ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. અકસ્માત સર્જનાર ટ્રક મારુતિ મોટર ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનો હોવાનું અને તેનો નંબર NL-01-L-8208 હોવાનું સામે આવ્યું છે. હાલમાં બી ડિવિઝન પોલીસે અર્ટીગા ગાડીના ચાલકની ફરિયાદના આધારે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    60 સેકન્ડમાં 2 ભૂકંપથી વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી
    Next Article
    વિજયનગર પોલીસે ગાંજાનું વાવેતર ઝડપ્યું:1.511 કિલો ગાંજા સાથે એક આરોપી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment