Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની કોલેજિયન ગર્લ પર મુંબઈમાં દુષ્કર્મ:બે મિત્રોએ પાર્ટી કરવા હોટલ બોલાવી કેફી પીણું પીવડાવી રેપ કર્યો, વાપીની હોસ્પિટલમાં મૂકી નાસી છૂટ્યા

    7 hours ago

    વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતી સાથે મુંબઈમાં દુષ્કર્મ આચરાયું હતું.વડોદરાની કોલેજિયન યુવતીને ઈન્સ્ટા ફ્રેન્ડે મુંબઈમાં પાર્ટીના બહાને બોલાવી હોટલમાં કેફી પીણું પીવડાવી રેપ કર્યો હતો.વલસાડના ડુંગરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. વાપી DySP બી. એન. દવેએ આપેલા નિવેદન અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં સફાન શેખ (રહે. વડોદરા) અને ફરીદ કોઠિયાવાલા (રહે. સુરત)નો સમાવેશ થાય છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ મુંબઈ બોલાવી પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, વડોદરામાં અભ્યાસ કરતી યુવતીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે આરોપી સફાન સાથે મિત્રતા થઈ હતી. સફાને યુવતીને પાર્ટી કરવાના બહાને મુંબઈ બોલાવી હતી, જ્યાં સફાન અને તેના સુરતના મિત્રો હોટેલમાં ભેગા થયા હતા. કેફી પીણું પીવડાવી દુષ્કર્મ મુંબઈની હોટેલમાં પાર્ટી દરમિયાન આરોપીઓએ યુવતીને કેફી પીણું પીવડાવી દીધું હતું. ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટના બાદ યુવતીની તબિયત લથડતાં આરોપીઓ તેને પોતાની ફોર-વ્હીલર કારમાં બેસાડીને સુરત તરફ લઈ જઈ રહ્યા હતા. વાપીની હોસ્પિટલમાં તબિયત બગડતા ભાંડો ફૂટ્યો કારમાં મુસાફરી દરમિયાન વાપી નજીક યુવતીની તબિયત વધુ ખરાબ થતાં આરોપીઓ તેને સારવાર અર્થે વાપીની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલના તબીબે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસ તાબડતોબ હોસ્પિટલ પહોંચી હતી અને યુવતીની આપવીતી સાંભળીને ગુનો રજિસ્ટર કર્યો હતો. પોલીસે યુવતીનું તબીબી પરીક્ષણ (મેડિકલ ચેકઅપ) કરાવ્યું છે. આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર આ કેસમાં પોલીસે હાલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને તેમને અદાલતમાં રજૂ કર્યા હતા, જ્યાં અદાલતે બંને આરોપીઓના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સંકળાયેલા છે તે દિશામાં અલગ-અલગ ટીમો બનાવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદ:બાળકીને ઘરે રમવા બોલાવી કૃત્ય આચર્યું હતું, આરોપીને 50 હજારનો દંડ ફટકાર્યો
    Next Article
    ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીનો અભિવાદન સમારોહ:વઢવાણ ભાજપ દ્વારા સી.યુ. શાહ મેડિકલ હોલમાં યોજાયો, નવી રાષ્ટ્રીય જવાબદારી માટે શુભેચ્છાઓ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment