Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની કેદ:બાળકીને ઘરે રમવા બોલાવી કૃત્ય આચર્યું હતું, આરોપીને 50 હજારનો દંડ ફટકાર્યો

    6 hours ago

    વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના ગંભીર પોક્સો કેસમાં અદાલતે આરોપી વિલાસ ઉર્ફે જીંકુ નગીન મકવાણાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને રૂ.50 હજારનો દંડ કર્યો છે. જેમાંથી રૂ.45 હજાર પીડિતાને ચૂકવવા તેમજ રૂ.1 લાખ વળતર ડીએલએસએ મારફતે ચૂકવવાનો હુકમ કર્યો છે. રમવાના બહાને ઘરે બોલાવી માસૂમ સાથે આચર્યું દુષ્કર્મ વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતી નવ વર્ષની બાળકી તા.29 ડિસેમ્બર 2024ના રોજ શેરીમાં અન્ય બાળકો સાથે રમી રહી હતી. દરમિયાન પાડોશમાં રહેતા વિલાસ ઉર્ફે જીંકુ નગીનભાઈ મકવાણાએ બાળકોને પોતાના ઘરે રમવા માટે બોલાવ્યા હતા. અન્ય બાળકો ત્યાંથી ચાલ્યા ગયા બાદ આરોપીએ બાળકીને અંદરના રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાથી ડરી ગયેલી બાળકી ત્યાંથી બહાર નીકળી ગઈ હતી. બાળકીની પૂછપરછમાં ભાંડો ફૂટ્યો તા.31 ડિસેમ્બરના રોજ પાડોશમાં રહેતી બાળકી પાસેથી માતાને ઘટનાની જાણ થઈ હતી. માતાએ પુત્રીને પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. ત્યારબાદ માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિલાસ ઉર્ફે જીંકુ નગીન મકવાણા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ કેસ વડોદરાની એડિશનલ જિલ્લા અને સેશન્સ અદાલત સમક્ષ ચાલ્યો હતો. પીડિતાને વળતર ચૂકવવા આદેશ આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે આરોપી વિરુદ્ધના પુરાવા અને સાક્ષીઓ રજૂ કરી અસરકારક રજૂઆતો કરી હતી. કેસના પુરાવા, સાક્ષીઓ તથા સરકાર પક્ષની દલીલોને ધ્યાને લઈ અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે વિલાસ ઉર્ફે જીંકુ મકવાણાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. ઉપરાંત રૂ.50 હજારનો દંડ કર્યો હતો, જેમાંથી રૂ.45 હજાર પીડિતાને ચૂકવવાનો હુકમ કર્યો હતો. સાથે જ પીડિતાને રૂ.1 લાખનું વળતર ડીએલએસએ મારફતે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    One school, zero scrutiny: How ANI, News18 sold Gujarat’s school ‘model’
    Next Article
    વડોદરાની કોલેજિયન ગર્લ પર મુંબઈમાં દુષ્કર્મ:બે મિત્રોએ પાર્ટી કરવા હોટલ બોલાવી કેફી પીણું પીવડાવી રેપ કર્યો, વાપીની હોસ્પિટલમાં મૂકી નાસી છૂટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment